SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ વિવ ઈતિહાસની રૂપરેખા મેળવવાને હતો. આ વિજયને માટે એણે આકાશ તરફ તાક્યા કરવાને બદલે પિતાની આસપાસના જગતનું અવેલેકન કરવા માડયું હતું. આ અવેલેકન સાથે એણે પ્રયોગો કરવા માંડ્યા હતા તથા કુદરત પર કાબૂ મેળવતાં મેળવતાં એણે પોતાની જીવનઘટનાની કાયાપલટ કરવાની હિલચાલ આરંભી દીધી હતી. આ હિલચાલનું વાણિજ્યરૂપ રજવાડી દુનિયાને પલટી નાખીને લોકશાહીને જીવન વહિવટ રચતું હતું. વિજ્ઞાનની આ હિલચાલ આખા જીવનના તમામ વિભાગોને આવરી લેતી બુદ્ધિની વિમૂક્તિની અને અજ્ઞાતને જ્ઞાત બનાવવાની વૈજ્ઞાનિક હિલચાલ બનીને આખા યુરોપ પર ચાલુ થઈ ગઈ હતી. યુરોપની અંદરના જ નાનામાં નાના ઈંગ્લેન્ડ નામના ટાપુ પર જાણે આ હિલચાલને દોરનારા વિજ્ઞાન માનનું એક સરઘસ નીકળી ચૂક્યું હતું. આ હિલચાલમાં આગળ દોડતા માનવ જાતના વૈજ્ઞાનિક સામતમાં એક ને વૈદ્ય હતા, અને એણે લેહચુંબકના આકર્ષણનો અને તેમાં ઉત્પન્ન થતી વિજળીને પાયો નાખ્યો હતો. એની પાછળ વિલિયમ હાર્વે લેહીના ભ્રમણની શોધ કરતે આગળ દોડતો દેખાતો હતે. જહોન નેપિયર નામને સ્કોટલેન્ડનો વિજ્ઞાન સામંત લેગેરિયમની શોધ કરતો બેઠો હતો, તથા ગેરીથમના આંકડા ગણતે એ ભવિષ્યમાં જન્મવાની ટેન્કની પણ મનમય શોધ કરતે હતે. આવતી કાલે જ આવનારી ઔદ્યોગિક ક્રાંતિને પાયો નાખતા હોય તેવા ફ્રાન્સિસ બેકન નામને વિજ્ઞાન પિતા માણસની વિમૂક્તિની હિલચાલ ઝંડો પકડીને માનવજાતના આ નવા સામંતનું સરઘસ કાઢતે હતો. આ વિજ્ઞાન પિતા પાસે સર્વાગી એવી વિજ્ઞાનની નજર હતી. એની નજરમાં આખી વૈજ્ઞાનિક દુનિયા દેખાવા માંડી હતી. કોઈ એક ખાસ વિજ્ઞાનના વિજ્ઞાનની વસ્તુમાં બેકને કઈ મેટો ફાળો આપ્યો નથી, પરંતુ તમામ વિજ્ઞાનને પયગંબર અને મનુષ્યની વૈજ્ઞાનિક હિલચાલને, બેકન, પ્રણેતા બન્યા. આ પ્રણેતાએ વિજ્ઞાનની પ્રગતિનો માર્ગ દાખ. વવા માનવજાતની વૈજ્ઞાનિક હિલચાલને રૂંધી નાખતાં સત્તા અને અધિકારને પડકાર કર્યો. એરિસ્ટોટલે કુદરતને ફરમાન કરવાનું સ્વિકૃત પ્રમાણો પરથી જ વિગતમાં જવાનું જે વિચારનું “ડીટીવ” સિદ્ધાંતિક સ્વરૂપ, જગતને આપ્યું હતું તેવા અધિકાર મુલક સ્વરૂપને એણે પડકાર્યું અને નમ્રતા, ધીરજ નિષ્પક્ષતા તથા હિમ્મત પૂર્વક કુદરતને અભ્યાસ શરૂ કર્યો. માનવજાત અને સત્યની વચ્ચે ઉભી રહેલી તરંગની મૂર્તિઓને એણે દૂર હડસેલી દેવાનું કહ્યું, તથા ક્રિયાત્મક જ્ઞાનના પંથ પર પલાણવા માટેનું આવાહન આપ્યું. રેગર બેકને માનવજાતને આપેલ સંદેશ ખૂબ નાને છતાં વિજ્ઞાનના ભાવિનું દર્શન કરાવનાર હતું. એણે કહ્યું કે “માનવ જાતે પિતાની મહ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy