SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ઈગ્લેંડના રાજ્યાકાન્તિ અને અમેક્કિાને જન્મ ૩૯૫ ન્યાય દષ્ટિ દીધી હતી અને અમેરિકન ધરતી પર પુણ્ય પ્રકેપ પ્રજળતે કર્યો હતો. બેનજામીન ફ્રેંકલીને આ સંગ્રામ લડવા માટે રાજ દૂતનું કામ સ્વીકારીને ફ્રેંચ સરકાર તથા આમસ્ટરડામના બેંક પાસેથી નાણાં ઉઘરાવ્યાં હતાં. આ સંગ્રામની જાહેરાત ઘડનારી આ સંસ્થાનોની કોંગ્રેસ ફલાડેલફીયામાં ઈ. સ. ૧૭૭૬ માં ભેગી થઈ હતી તથા તેણે નક્કી કર્યા પ્રમાણે થોમસ જેફરસને સ્વાતંત્રનું જાહેર નામું લખી કાઢયું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામના વિજ્યના સમાચાર જ્યારે યુરોપના દેશોમાં પહોંચી ગયા ત્યારે આખા યુરોપમાં, તેણે, નવી જાતની ચર્ચા જગાવી મૂકી. આ સમયે, યુરેપની સરકારના મહારાજાઓ, ધર્મની સંસ્થા સામે યુધ્ધ લડીને, પિતાની હકુમતમાં સર્વ અધિકાર સ્વાધીન બનાવીને, પિતાના વિશાળ રાજમહાલયલાં, સર્વશક્તિમાન જેવા રસાલાઓ અને રાજદંડે ધારણ કરીને હજુ હમણાં જ બેઠા હતા. આ સમયે જ ઉદ્યોગ વિકસવા માંડ્યા હતા અને વાણિજય હકુમતની સંસ્થાઓ શાસનમાં ભાગ માગવા માંડી હતી. આ સમયે જ યુપની જીવન ઘટનામાં, ગરીબ ખેડુત ઊપરાંત અકિંચન મજુરોની ચાલીઓ પણ દરેક નગરમાં સેળભેળ થઈ ગઈ હતી, તથા અંદરનું જીવન અનેક યાતનાઓ નીચે સળવળતું હતું. ત્યારે જ અમેરિકાના સ્વાતંત્ર્ય યુદ્ધના વિજ્યના સમાચારે યુરેપના હવા માનમાં નૂતન અવાજ ઉભરાવતા કહેતા હતા કે ગઈ કાલે જે અશકય હતું તે અમેરિકન ધરતી પર લેકેની હિલચાલે આજે શક્ય બનાવ્યું છે તે પછી યુરોપની ધરતી પર પણ જરૂર તે શક્ય થઈ શકશે. અમેરિકાની ધરતી પરથી ઉડેલે આ નાને સરખે તણખે યુરોપના દારૂખાનામાં પડતું હતું. યુરોપની જીવન ઘટના ભડકે બનવાને તઈયાર ઉભી હતી. યુરોપખંડ આખો કાતિની ત વ્યાપક બને તેવી હિલચાલ નીચે માદ્રીડથી તે પેગ્રાડ સુધી સળગી ઉઠવાનો કે બજાવતે હતે. નૂતન યુગનું વિજ્ઞાન-ઉત્થાન ચંડ-પ્રચંડ બનીને વિશ્વ ઈતિહાસ હવે યુરોપના કાન્સ દેશમાં ઉત્થાનનું વિજ્ઞાન બનતે હતે. આ ઉથલપાથલના ઉગ્ર રૂપના પાયામાં જીવનનું સત્ય શોધન હતું. આ સત્યના શેધન પાસે વિજ્ઞાનનું રૂપ ધરેલે ઉત્થાનયુગનો એક નૂતન માનવ, ઈતિહાસને નમન કરતે દેખાય. આ નમનતામાં ગુલામી નહોતી પણ સત્યને પામીને સંસાર ઘડતરને એક પછી બીજે વિજય મેળવવાને ગૌરવથી ઉભરાતે મનેભાવ હતો. ઉત્થાનયુગના માનવીને આ નૂતન મનોભાવ કુદર તની સમજણ પામીને અને એ સમજણને સ્વીકાર કરીને કુદરત પર કાબૂ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy