SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા "" સમાજ ઘટનામાંથી યુરોપના રાજવહિવટ પર એકહથ્થુ સત્તા અને અધિકાર ચલાવનાર રજવાડી શાસનની વ્યવસ્થા તથા એ વ્યવસ્થા પર દૈવિ અધિકાર ધરાવનાર રાજા શરૂ થયા હતા. આ રાજાશાહીનું રાજકારણ લખનાર ચાણકય જેવા રાજકારણી પુરુષ મેકિયાવેલી નામના જન્મ્યા હતા તથા તેણે મધ્યયુગમાં પ્રિન્સ '' નામનું જગમશદૂર પુસ્તક લખ્યું. હતું. આ પુસ્તક લખીને એણે રાજાને પેાતાની તાકાત ગમે તેવી ભેદનીતિ કે દંડનીતિ ધારણ કરીને જાળવી રાખવાની શિખામણ આપી હતી. આ રાજકારણે યુરેાપના રાજાને પહેલીવાર વહિવટીશાસ્ત્ર દીધું હતું. ચાણકય નીતિની જેમ મેકિયાવેલીના આ શાસ્ત્ર સૈકાઓ સુધી યુરોપ પર રાજ્ય કર્યું. ત્યાર પછી યુરૂપપર શરૂ થયેલા ઊત્થાનયુગે જન્માવેલા વ્યાપારી શાશનના જમાનાએ રાજા નામના પ્રાણીને યુરોપની ધરતી પર શાસનના હિવટીજીવન માટે નાલાયક ઠરાવ્યેા. ૩૭૮ પૂર્વના પ્રાચીન દેશ સાથે સરખાવીએ તા ત્યાં રાજાના દૈવિઅધિકારા હજારે વર્ષો સુધી જીવતા રહ્યા તથા છેવટે જ્યાં રાજાને ભગવાન બનાવી દેવામાં આવ્યે તે ખાખત મહાન એવા આ પ્રાચીન દેશેાની અધગતિના કારણરૂપ હતી, તે ઇતિહાસે પૂરવાર કરી છે. જગતના દસ હજાર વર્ષના ઇતિહાસમાં પહેલીવાર યુરોપની સમાજ ધટનાએ પાતાની જીંદગીના એક હજાર વર્ષમાં જ એવા ક્રાંતિકારી વેપારી સમાજને જન્મ આપ્યા કે જેણે પાતાની ભૂમિ પરથી એટલે યુરોપની ભૂમિ પરથી પેાતાની જીવન ઘટનામાંથી રજવાડાશાહી જીવનપદ્ધતિને ખતમ કરી નાખી અને શાસન કરવાના અધિકાર પણ પોતાના હાથમાં ધારણ કર્યા. પૂના મહાનદેશ જેવા કે ચીન અને ભારત દસ હજાર વર્ષીની જીંદગી જીવ્યા છતાં પણ યુરોપે જ્યારે આ રાજ્યક્રાંતિ કરી ત્યાં સુધી એવી ક્રાંતિ પોતાને ત્યાં કરી શકયા નહી. એ રીતે આ મહાન દેશોના વેપારી સમાજો વિશ્વની જીવનઘટનામાં આગળ વધવાને નાલાયક પૂરવાર થયા અને યુરોપે આ મહાન દેશને પોતાનાં ગુલામ સંસ્થાના બનાવીને આગળ વધવા માંડ્યું. રાજયક્રાન્તિ કરતા ઈંગ્લેન્ડની સામ્રાજયવાદી હિલચાલ યુરોપની શરીરરચનામાં જે વાણિજ્ય હકુમત તનાં રાષ્ટ્રોમાંથી રજવાડાશાહીની હકુમતને ખતમ કરીને ઉપલા વર્ગોના અથવા જમીનદાર અને મુડીદાર અથવા વેપારી વર્ગોના મતાધિકારવાળું લાકશાહીત ત્ર સ્થાપતી હતી તે જ વાણિજ્ય હકુમત પોતાના દેશમાંથી બહાર નીકળીતે જગતના ખીજા પ્રદેશા પર પણ પાતાની હકુમત સ્થાપવા માંડી હતી. આ હકુમતનું મૂખ્યરૂપ વાણિજ્યનું હતું. આ વાણિજ્યને મદદ કરવા અને તેનું રક્ષણ કરવા આ હકુમત તે તે પ્રદેશા પર પોતાની રાજ્કીય હકુમત પણ સ્થાપતી હતી. આવી હકુમતના પાયા
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy