SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦. વિશ્વ ઈતિહાસની રૂપરેખા “જન-બેટિસ્ટ, નું છે, એ, એ પણ અધુરું છે.” બે હજાર......ત્રણ હજાર, પાંચ હજાર... . ” મહારાજાએ કિંમત ખખડાવી અને જતાં જતાં ફરમાન કર્યું, “એ બન્ને ચિત્રો ખરીદાઈ ગયાં છે. ભલે એ અધૂરાં હોય,” રાજાને રસાલે ચાલ્યો ગયો. પછી દુ:ખી અવાજે લિયોનાર્ડોએ પિતાના ઊંધતા વિદ્યાથીને મધરાતે બૂમ પાડી, “ન્સિસ્કો ઉઠ ! આપણે દરબારગઢમાં જઈએ. આ બન્ને ચિત્ર વિના હું જીવી શકું જ નહિ. મહારાજાને વિનંતી કરીએ અને જો એ ન માને તે, મોના લિસા અને જૈનને લઈને રાતેરાત ભાગી છૂટીએ, આ રજવાડી ઘટનાની જીવલેણ પકડમાથી.” દરબારગઢની મધરાત ચકચૂર હતી. નશામાં ડોલતો રજવાડે, યુવતિઓનાં નગ્ન રૂપે વચ્ચે ઢીંચતે હતા. મહારાજાની પડખે જ એની સગી બહેન પણું આ પશુતાની મહેફીલમાં નગ્નરૂપે મશગૂલ હતી. લિયોનાર્ડો–દા-વિન્સિ” પહેરેગીરે મહારાજાને ખબર આપ્યા. ભલે આવે.” ચકચૂર નશાખોરે પરવાનગી દીધી. પશુતાના મેળાની વચ્ચે માનવી કંપતે ઉભે રહ્યો અને કરગરતો બોલ્યો, “પેલાં બે ચિત્ર હું મરણ પામું પછી આપ મહારાજા લઈ લેજે, વિના મૂલ્ય.” મહારાજાએ અટ્ટહાસ્ય કર્યું: “પણુએ તે મરી ગઈ છે, અને જૈન પણ”? “એ મરેલાને પણ ચાહે છે” મહારાજાની બહેને, ખાલી ધરતાં કહ્યું. પેલા મહારાજાએ લથડતી જીભે પૂછ્યું, “મરેલાને પણ ચાહી શકાતું હશે !” અને વરદાન દેતે હેય તેમ બેલ્યા, “ભલે ભલે.” મહારાજા ખુશ થયા, “મેં જ કહ્યું હતું કે ચિત્રપટ પર જીવતી થઈ ગઈ છે એ મેડોના લિસા.” પછી લિનાડ ફેન્સિઓના સાથમાં પાછો ફર્યો. બીજા દિવસની મધરાતે, પાછા ઇંસિસ્ક ઝબકી ઊડે. પહેલીરાતની જેમ એની નજર સામે આભાસ દેખાય. કાનમા જાણે પેલા મહાનુભાવને દર્દવાળે અવાજ ધડકતે હતે. એને લિયેનાડેની ચિંતા થઈ. એ ઊો. દબાયેલા પગલે એ લિયોનાર્ડોના ખંડ પાસે પહે. ખંડ આખો ખાલી હતે. ગમગીન બનેલે ફ્રેસિસ્કે પ્રયોગશાળા તરફ દે. પ્રયાગ ખંડમાં દિવાલપર ચડેલા ચિત્રપટ પર જીવતે બની ગયેલ જૈન ધી બેપ્ટિસ્ટ ઊભે હતે. એની સામે કંપી ઊઠેલા કલેવરવાળ કલાકાર જિવતરના જામનું છેલ્લું ટીપું ખરચી નાખવા પીંછી લઈને મચી પડ્યો હતો પણ એની આંગળીઓ એનું કહ્યું કરતી નહોતી, એના હાથમાંની પીંછી ક્રૂજી ઊઠી હતી. એના કપાળ પરથી પ્રસ્વેદ ટપકત હતા, જિવતરની મમતા જેવો કલાકાર બબડતો હતે, “ચાહું છું એને....જેનું માનવતા ભર્યું માથું પાશવતાની મહેફીલે ઉતારી લીધું હતું.” પછી સવાર થયું ત્યારે ઊગતા સૂરજનાં કિરણ ભેગી એક પાળેલી ચકલી ઊડતી આવી અને રોજની જેમ પેલા કલાકારની હથેળી પર કિલકિલાટ કરવા લાગી ત્યારે એ પંખીને શી ખબર કે, પેલા મહામાનવને પ્રાણ પંખી તે ઉડી ગયો હતો!
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy