SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ વિવ ઈતિહાસની રૂપરેખા ત્રીસ વર્ષની આ સાઠમારીમાં કોણ હાર્યું હતું અને કોણ જીત્યું હતું! ત્રીસ વર્ષનાં યુદ્ધ પછી કોઈ પક્ષ હાર્યું ન હતું અને કોઈ પક્ષ છો પણ ન હતો. પરંતુ બંને પક્ષે થાકી જઈને પોતપોતાને ઠેકાણે બેસી પડ્યા હતા. ત્રીસ વર્ષના આ સંગ્રામના આખા જમાનાએ યુરેપને વેરાન જેવું બનાવી મૂકયું હતું. જર્મનીના મોટા ભાગનાં શહેર અને ગામે તારાજ થઈ ગયાં હતાં. પેલેટીનેટ નામનું એક જર્મનશ ડેર અઠ્ઠાવીસ વખત લૂંટાયું હતું, અને એકસો એંસી લાખની વસ્તી ચાલીસ લાખ પર આવી પડી હતી. વેસ્ટફાલિયાની સંધી વડે ઈ. સ. ૧૬૪૯ માં ત્રીસ વર્ષનું આ યુદ્ધ અંત પામ્યું ત્યારે યુરે પના કેથલિક રજવાડાં કેથલિક જ રહ્યાં હતાં અને પ્રોટેસ્ટન્ટ રજવાડાં પ્રોટેસ્ટન્ટ જ રહ્યાં હતાં. આ યુદ્ધ પછી રવીસ અને ડચ રાજ્ય આઝાદ રાજ્ય તરીકે બહાર આવ્યાં હતાં. ત્રીસ વર્ષની આ ખાનાખરાબી પછી ફાન્સ પાસે મેઝ, ટુલ અને વનનાં નગરો તથા આશૈક નામને પ્રદેશ કાયમ રહ્યો હતો. ત્રીસ વર્ષના આ સંગ્રામ પછી “હોલી રોમન એમ્પાયર” કઈ ખેતરમાં ચકલાં ઉડાડવા માટે ચાડિયે ઉમે કરવામાં આવે તેવું લશ્કર વિનાનું નાણાં વિનાનું અને હિમ્મત વિનાનું નિરાશ સ્વરૂપ ધારણ કરીને ઉભું હતું. ત્રાસ વર્ષના આ સંગ્રામે કેથેલીકે અને પ્રેટેસ્ટોમાં અંદર અંદરના ઝઘડા કરવાની તાકાત અને હિમ્મત ખતમ કરી દીધી હતી. આ સંગ્રામ પછી હેલેન્ડનું રાજકારણ આઝાદ બનીને વિજ્ય પામ્યું હતું તથા તેણે હિંદ દેશ સાથે વેપાર ખેડવાની અને સંસ્થાન જમાવવાની યોજના ઘડવા માંડી હતી. યુરોપનાં યાદવાસ્થલી કરી ચૂકેલાં બધાં રજવાડાંનું આ એક રાજકારણ સંસ્થાને જમાવવાનું હતું. આ રાજકારણના પાયામાં ઉત્થાનયુગનું અર્થકારણ હતું. ઉથાનયુગનું અર્થકારણ અને સ્વદેશની અંદરનું યુરેપનું રાજકારણ મધ્યયુગના ઈતિહાસનું મુખ્ય લક્ષણ મધ્યયુગની સમાજ રચાનામાંથી એક પ્રદેશને બીજા પ્રદેશમાંથી જુદી પાડતી દિવાલને તોડી નાખવાનું હતું. આ દિવાલ તૂટતી હતી ત્યારે આસ્તે આસ્તે મધ્યયુગના જીવનમાંથી આ નૂતન વેપારી વર્ગ જન્મ પામી ચૂક્યો હતો. આ વેપારી વર્ગની જન્મદાતા ખેડૂત જનતા હતા. જમીન સાથે જકડાયેલા આ ખેડૂતનાં બંધને જેમ જેમ તૂટતાં જતાં હતાં તેમ તેમ સાહસિક મિજાગવાળે મધ્યમ વર્ગ નફાની ભૂખનું સ્વરૂપ ધારણ કરીને જન્મ પામતે વચલો વર્ગ હવે વેપારી બનતા હો, આ વેપારી વર્ગ પિતાના વાણિજ્ય હિતોનું રક્ષણ કરવા માટે પોતાનાં મંડળ,(ગીલ્ડસ) બાંધતા હતે. | મન સમયના પ્રાચીન જગતમાં પણ વ્યાપાર અને નાગરિક જીવન તે હતું જ, એ સમયમાં પણ પૂર્વ અને પશ્ચિમ પ્રદેશને જોડતા ભૂમધ્ય મારફત
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy