SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ વિવઈતિહાસને ઉત્થાન યુગ 3४७ વેરાઓ ઉધરાવ્યા કરતા હતા. સુધરેલા પ્રોટેસ્ટન્ટ દેવળોમાં પાદરીઓ લેકે તરફની પિતાની ફરજ બજાવવામાં લાગી ગયા હતા તથા સુધરેલા ધર્મમઠામાં સાધુઓનાં વિલાસી અને સરનજનક જીવનો હવે અંત પામ્યાં હતાં. સાધુઓ અને સાધ્વીઓએ સવારમાં વહેલાં ઉઠીને અભ્યાસ કરવા માંડ્યો હતો. તથા માંદાએથી માવજત કરવા માંડ્યાં હતાં. છતાં પણ ધર્મની આ સુધરેલી હિલચાલમાં દેવળો અને મઠોમાંનાં ધર્મધિકારીઓનું વલણ જ્ઞાન અને વિજ્ઞાન તરફ બિલકુલ અંધ હતું. છાપખાનાને તેઓ શયતાનનું યંત્ર માનતા હતા, કારણ કે તેણે જ્ઞાનને ફેલા કરવા માંડ્યો હતો. પણ યુરેપની ધર્મની બહારની દુનિયામાં વિજ્ઞાનને પ્રકાશ ધર્મની અંધારી દિવાલને ફૂદીને પણ અંદર પેસી જતો હતો અને અભ્યાસ કરતા સાધુઓ પિતે જ વિજ્ઞાનને બળ જગાવતા હતા. બેકન નામને સાધુ જીવનભર ધર્મના કારાગારમાં સડવા છતાંય વિજ્ઞાનને પિતા બને. કપર્નિકસે ધર્મની વંડીઓને ટપી જઈને ખગોળની માપણી કરનારું પુસ્તક લખી નાંખ્યું હતું. અંધ બનેલ વૃદ્ધ ગેલેલિઓ દૂબન નામની વિજ્ઞાનની નવી આંખ બનાવતો હતો. શરીરમાં લોહી ફરે છે એવું વિજ્ઞાનનું સત્ય પ્રતિપાદન કરવા માટે સર્વોટસ નામના જુવાન વિદ્યાથીને તથા પૃથ્વી ફરે છે તેવી વિજ્ઞાનિક જાહેરાત કરવા માટે બ્રુનેને જીવતા સળગાવી મૂકવામાં આવ્યા હતા. આ બન્નેને સળગાવી મૂકનાર ફ્રાન્સની ધર્મ સુધારણાને આગેવાન કાલ્વીન નામનો જાલીમ હતે. યુરેપના રજવાડાઓની સાઠમારીનું સત્વ, વાણિજય હકુમત ૧૬ મા સતકમાં શરૂ થયેલી ધર્મની અંધાધુંધીને આ સંહારક ચરૂ જ્યારે ઉકળતું હતું ત્યારે યુરોપના રજવાડાંઓ પણ પ્રોટેસ્ટનટ અને કેથેલિક છાવણીમાં વહેંચાઈ જઈને નવા શેઠેલા પ્રદેશને પચાવી પાડવાની હરિફાઈમાં ઉતરી પડયાં હતાં, અને આખા યુરોપ પર બહારના નવા શોધાયેલા પ્રદેશે પરની હકુમત માટેની અંદર અંદરની લડાઈઓ સળગી ઉઠી હતી. યુરેપના રજવાડાંની સાઠમારીનું આ સ્વરૂપ પાયામાં વેપારી મથકે જીતવા માટેની અથવા વાણિજ્ય હકૂમત માટેની અંદર અંદરની હરિફાઈ હતી. આ હરિફાઈનું જીવલેણ રૂ૫ ઇ. સ. ૧૬૧૪ માં ૩૦ વર્ષના સંગ્રામના યુદ્ધ નામે જાણીતું થયું. તથા ઈ. સ. ૧૬૪૮ માં પુરૂં થયું. ત્રીસ વર્ષનું આ ભયાનક યુધ્ધ લડવામાં એક બીજા તરફનાં ધાર્મિક વલણ વગેરે બાબતે પણ દેખાતી હતી, પરંતુ આ બધાના મૂળમાં બહારના જગતમાં સંસ્થાને જીતવાની વ્યાપારી હરિફાઈઓ હતી. ત્રીસ વર્ષ સુધી યુરોપના દેશોના વ્યાપારી હિતે એ અંદર અંદર લડાઈ કર્યા કરી અને જાણે દરેક જણ દરેકની સામે અને સૌ જણ સૌની સામે લડતાં હોય એ હરીફ યુદ્ધોને દેખાવ ઊભો થયો.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy