SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ વિAઈતિહાસને ઉથાન યુગ ૩૯ વાન દેખાતે હતો. સૈ એને ઓળખતા હતા. બેલિફ, સૈનિકે અને રાજસભાના સભ્યો અને રિપબ્લીકના કેપ્ટન એની પાછળ ઉભા હતા. થોડાક દિવસ પહેલાંજ એ ચૂંટાયેલે એ વેનિસ નગરનો એજ જ હતો. એની પાછળ સૌ થંભી જતા હતા. ઢીમચા તરફ એ એકલે આગળ વધતે હતા, અને ગોઠણભર થઈને પેલા ઢીમચા પર પિતાનું મસ્તક મૂકતો હતો, અને જલ્લાદની કુહાડી એના માથા પર ઉતરતી હતી. થોડાક દિવસ પર જ ચૂંટાયેલે વેનિસની રાજસભાની કારોબારીને એ પ્રમુખ લેકશાહી રીતે શિરચ્છેદ પણ પામી શકતે હતું. એ વેનિસના વાણિજ્ય નગર રાજય વહિવટ વેપારી કાનૂનદ્વારા વહ્યા કરતા હતા. આ વ્યવહારમાં સેનાના સિક્કા ઉભરાતા હતા અને કહે જહાજે ભૂમધ્યના પાણી પર વેનિસના વાવટા ફરકાવ્યા કરતાં હતાં. રાજા કે શહેનશાહ વિનાનું અને લોકશાહી કહેવાતું શ્રીમતિનું આ રિપબ્લીક ઉત્થાનયુગના આરંભમાં જ્યારે જગત પર પોતાનો પ્રતાપ અને પ્રભાવ વર્તાવતું હતું ત્યારે ઈટાલી સિવાયના બહારના યુરોપ પરક્રાંતિ જે એકમે ફેરફાર શરૂ થયું હતું. ભૌગોલિક ક્રાંતિ આ ક્રાંતિ ઇતિહાસની નહિ પણ ભૂગોળની ક્રાંતિ હતી. જો આવી કાંતિ થઈ ન હતી તે જર્મની, સ્પેઈન કે ફ્રાંસના મહારાજાએ ઈટાલીને જીતી શકયા નહિ હોત, અને વેનિસની વેપારી હકૂમતને નાશ પણ કરી શક્યા નહિ હોત. યુરોપના જગતમાં થયેલી આ ક્રાંતિ અથવા ફેરફારવેનિસના એક ખલાસીએ પેઈન અને પોર્ટુગાલના આશરા હેઠળ અમેરિકાની કરેલી શોધ હતી. કેપ ઓફ ગુડ હોપને રસ્તે પોર્ટુગાલે મહાન પૂર્વ દેશનો રસ્તો શોધી કાઢયે હતે. આ ફેરફારે મધ્યયુગની વ્યાપારી હકૂમતી બનેલી વેનિસની દરિયાઈ રાણીને મતનો ફટકે આખે. ક્રાતિકારી એવી આ શોધને લીધે જ પૂર્વની લતના ભંડારેએ પિતાના પ્રાચીન રસ્તાઓ બદલ્યા અને પ્રાચીન સમદ્રો બદલ્યા. ભૂમધ્યની મહત્તા આ ફેરફારથી ઓછી થઈ ગઈ. નવા દરિયા પર નવા બંદરે ઉઘડવા માંડ્યાં. વેનિસમાં વહ્યા આવતા સૂવર્ણના ભંડારોએ વેનિસ તરફ પિતની પીઠ ફેરવી દીધી. ભૂમધ્ય પર છતાએલાં બધાં વેપારી મથકે વનિસના હાથમાંથી ખતમ થઈ જવા માંડ્યાં. વેનિસની વ્યાપારી હકૂમતના પ્રતાપ જેવા વેનિસના સંસ્થાગારમાં ઉભેલા પિલા સેન્ટ માર્કના સિંહની પાંખે હવે ટૂંપાઈ જવા લાગી. સિંહ જેવું વેનિસનું રિપબ્લીક, ક્ષયરોગ લાગુ પડ્યો હોય તેમ ગળામાંથી ઘુરક્વરાટ કરવાની તાકાતને પણ ગુમાવીને બેઠું અને સૈકાઓ સુધી ચાલે તેવી મરણ જેવી ઉંઘમાં પડયું. પોતાને આંગણે ઉત્થાનયુગ જ્યારે શરૂ થતો હતો ત્યારે જ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy