SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એવું વાણિજ્યનું આ વેનિસનગર સૌન્દર્યનું પણ નગર હતું. આ નગરે પિતાની ભવ્યતાને મઢવા માટે જગતભરમાંથી સુંદર વસ્તુઓને લુંટી લાવીને અહિં એકઠી કરી હતી. ગ્રીસની ભવ્યતાને એણે આ નગરમાં વસાવી હતી. બેઝેન્ટીયમની પુષ્કળના અહિં જ જમા થઈ હતી. અરેબિયાના શિલ્પની મુલાયમતા અહિં મઢવામાં આવી હતી. સાનમાર્ક, અને જીસના મહાલ કોનસ્ટન્ટિનોપલના કાટમાળમાંથી ઉભા થયા હતા. પથરની પ્રતિમાઓ આરસના સ્તંભે બેઝેન્ટીયમમાંથી સૌંદર્યના આ લૂંટારાઓએ પોતાના વિજયી જહાજોમાં ભરીને અહિં આપ્યા હતા. માર્કેલે નામના મહાન મુસાફરે વેનિસ નગરમાં પાછા આવીને આ વેપારી મથકને એશિયાનો નકશો બનાવી આપે હતે. વેનિસના આ વેપારી મહાજનોએ આ રીતે સૌન્દર્યની ઉપાસના જાળવી રાખી હતી. આ નગરમાં જ ટીશીયન નામનો મોટો કલાકાર જન્મ્યો હતે. રીન્ટરેટ અને પાઓલ નામના બજારૂ કલાકારોનું આ નગર જન્મભૂમિ હતું. એવા વેપારના આ મથક ઉપર સન્દર્યની છાયા પણ ઉડ્યા કરતી હતી. પિડીલા કાર્યો પોંડીલા કાર્ટી નામનું વેનિસ નગરની રાસભાનું મોટું સંસ્થાગાર હતું આ સંસ્થાગારના વિશાળ ડેમ ઉપર ડેઝ ફસ્કારીની વિશાળ પ્રતિમા હતી. આ પ્રતિમા ગરૂડની પાંખવાળા સિંહની મૂર્તિ આગળ નમતી હતી. આ સંસ્થાગારમાં વિશાળ મોટો સભાએક હતો. આ સભાકની વચમાં ગેલેરીવાળા સફેદ આસનોની શ્રેણીઓ હતી. વાણિજ્યના જ આત્માવાળી શ્રીમંતશાહીની સંસદ અહિં રાજકારભાર ચલાવતી હતી. આ સભામાં પેસવા માટે સામેની આરસની બનેલી એક રાક્ષસી સીડી પર અવાતું હતું. આ સીડીની બંને બાજુએ ચકી કરનારા માર્ગ અને મ્યુન નામના બે દેવતાઓની પ્રતિમાઓ યુદ્ધ અને વાણિજ્યના દેવતાઓની પ્રાતમાઓ હતી. શાલાડેલે ટીને” નામના આ સંસ્થાગારમાં વેનિસની રાજસંસદન. આગેવાન મતગણત્રીથી ચૂંટાતે હતે. ચૂંટાયેલા નસિબદારનું નામ સંભળાતાં તેના માનમાં અહિં રણશીંગા ફૂકાતાં હતાં. બહાર ઉભેલા નાગરિકોને આ રીતે નવા ડેજનું નામ સંભળાવવામાં આવતું હતું. નવે ચૂંટાયેલે ઉમરાવ પૂર્વના રોમનોને ઝળહળતે લાલ ટોણા પરિધાન કરીને નાગરિકો સમક્ષ દેખાતો હતે. સેન્ટ માર્કને પેલે સિંહ જાણે, પોતાની પાંખો ફફડાવી ઉઠતે હતો. “મેસ્ટ સીરીન રિપબ્લીક” ની જાહેરાત સાથે નવા ડેજનું નામવાળું જે હોય તેને જ્યનાદ વચ્ચે વધાવી લેવામાં આવતું હતું. પણ પછી થોડા જ દિવસે પિલી રાક્ષસી સીડીની આસપાસ ખુલ્લાં માથાં વાળી માનવમેદની ઉભરાતી હતી. ગમગીન લાંબી દાઢીવાળો અને મુદ્રાવાળે આગે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy