SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ર૮ વિશ્વ ઇતિહાસની રૂપરેખા ભુવાઓ અને રામન શહેનશાહતના કાસદોને પિટર અને પાલને પત્તો લાગ્યા નહિં. પણ લિપી આગળ જ્યાં એન્ટનીએ બ્રુટસના પરાજ્ય કર્યાં હતા ત્યાં, એ ઈસાઈએ ગિરફતાર થયા. સિલાસ અને પેાલને પકડીને, શહેનશાહતની અદાલત સામે, શાંતિના ભંગ કરનારા તરીકે તેમને ખડા કરી દેવામાં આવ્યા. બન્નેને કારાગારમાં જકડી લેવામાં આવ્યા, પણ બન્ને ભાગી છૂટયા. થાડા મહીના પછી પાલ, ગ્રીસના વેપારીનગર, કારિન્થમાં આવી પહેાંચ્યા અને ત્યાં તબુ મનાવનારા તરીકે અઢાર મહિના રહ્યો. પછી કારિન્થનેા રામન ગવર્ ગેલીલા એને ગિરફ્તાર કરે તે પહેલાં, આ તબુ બનાવનારા સંત પોલ જેરુસાલેમ તરફ ભાગી ગયા અને જેરૂસાલેમમાં પકડાઇ ગયા. જેરુસાલેમના આ કેદીને સીઝિરિયા મેાકલી દેવામાં આવ્યા. સીઝિરિયામાં અદાલત સામે એણે કહ્યું; “હું રામન નાગરિક છું. મને રામન શહેનશાહની, એગ્રિપાની અદાલતમાં મેાકલી આપો.” પાલને એક વેપારી જહાજમાં કેદી તરીકે રવાના કરવામાં આવ્યા. મહાસાગરમાં ચૌદ દિવસના તફાનમાં સપડાયેલું જહાજ માલ્ટાના ખડકાપર તૂટી ગયુ અને જહાજનાં થેડાક જીવતાં ઉતારૂઓમાં રામન શહેનશાહતના • આ કેદી ત્રણ મહીના પછી રામનગરમાં પેઠા. હવે રામનગરમાં એના ઇસાઈ અવાજ નમ્ર બની જઈને ક્લ્યા: “ આપણા જાલિમા પર પણ પ્રેમ કરો. એણે શહેનશાહતના આ વિકરાળ નગરમાં અધિકાર બનેલા મેાતના પડછાયા જોતાં ઢિમેાથીને પત્ર લખ્યા; “ મારી જિંદગીની શીશીમાંથી બધી રેતી હવે ગળી જવા આવી છે. મારે વિદાય લેવાને સમય હવે થઈ ગયા છે એમ મને લાગ્યા કરે છે. જીવતરના મહાન કલહમાં, મેં મારા ભાગ ભજવી બતાવ્યા છે. મેં જીવનકલહમાં પણ મારી શ્રદ્ધા સાચવી રાખી છે. ” શમનગરમાં પૉલ પાછે ગિરફતાર થઈ ગયા અને કારાગારમાં પુરાયેા. શમનગર પર ઈ. સ. ૬૪ ની સાલમાં નિરાએ ઇસાઇઓની કતલ કરી નાખીને આખા રામનગરને સળગાવ્યું. કારાગારમાંથી પાલે આ હત્યાકાંડ અને રેશમને ભરખી જતી આગને નિહાળી. પિટર પણ હવે રામમાં આવી પહેાંચ્યા હતા. રામન શહેનશાહતે માંડેલી કતલ અને આગના ભડકાઓ નીચે પિટરના પડછાયા રામનગરમાં ભટકતા હતો. અને પૌલ કારાગારમાં જીવતરની છેલ્લી ઘડીએ ગણતા, માતની રાહ જોઇ રહ્યો હતા. છેવટે કાસદો આવી પહોંચ્યા. “ વાયા એશિયા ” નામની જગ્યા પુર, વિશ્વની શાતિમાં ભંગ કરનારા આ અપરાધીને રોમન કાનૂનની સમ
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy