SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન યુગના મધ્યયુગી અકાડા, રામ २२३ રામનગરમાં કદી નહિ નીકળેલી એવી ભવ્ય વિજયકૂચ સીઝરની નીકળી. સીઝરે સિનેટની પાસે પોતાના વિજ્યાના અહેવાલ રજૂ કર્યો. અને સીનેટે એને સરમુખત્યાર નિમ્યા. સરમુખત્યારશાહીના આંતરવિગ્રહ આ સમયે સીઝરના સાથમાં એક એન્ટની નામના તેને પહેલાંને મંત્રી અને મિત્ર હતા તથા બીજો મેટેવિયન નામનેા તેને ભત્રીજો હતા. આ બંને જણ સાથે સરમુખત્યાર બનેલે જુલિયસ સીઝર માર્ચની ૧૫ મી તારીખે સીનેટમાં પ્રવેશ કરતા હતા ત્યારે પચાસ જેટલા જુવાન ઉમરાવેાએ તેનું ખૂન કરી નાખ્યુ. રામનગર એકાએક અનાથ બની ગયું. રામન સામ્રાજ્યમાં આજ સુધી છૂપી રીતે ચાલતા સરમુખત્યાર બનવાતા કલહ આંતરવિગ્રહના સ્વરૂપમાં સળગી ઊઠયા. સીઝરના પક્ષ તરફથી ઝેન્ટની અને આકટેવિયને આંતરવિગ્રહની દોરવણી કરવા માંડી. સીઝરની જગા પર જાતે નિમાયેલા એકટેવિયન રામનગરનેા કબજો કરીને બેઠો. એન્ટનીએ ઇજીપ્ત જઈ ને કલીએપેટ્રા સાથે પ્રેમ કરવા માંડયા અને એકટેવિયનને ખલે રામન સામ્રાજ્યના સરદાર પોતે બને તે માટે ઈજીપ્તમાં રહીને એકટેવિયન સામે એણે લડાઈ જાહેર કરી. એકટેવિયન ઇજીપ્ત પર ચઢયા. બંને વચ્ચે ખૂનખાર યુદ્ધ લડાયાં. એન્ટની આપધાત કરીતે મર્યો અને કલીપેદ્રાએ કટેવિયન પર પોતાની ભૂરકી નાખવા માંડી. એકટેવિયને કલીપેટ્ાના ઇન્કાર કર્યો. કલીપેટ્રાએ આપધાત કર્યો. સરમુખત્યારી પછી શહેનશાહત ,, જેમ સીઝર અનેક વિજયા કરીને રામન્ગરમાં વિજયકૃચ લાન્યા હતા તેવી રીતે એકટેવિયન વિજયી બનીને રામનગરમાં પેઠે. સીનેટે એનું બહુમાન કર્યું" અને રામન લશ્કરોના આ મહાન સેનાપતિ શમન સામ્રાજ્યના ‘ ઇમ્પરેટર” અથવા શહેનશાહ બન્યા. રામન સ્વરાજ્ય હવે શહેનશાહત બની ગયું. આ પહેલા શહેનશાનુ એકટેવીયસ સીઝરના નામથી એળખાયા. રામન સામ્રાજ્યના આકટેવિયન શહેનશાહ “ આગસ્ટસ ” એટલે યશસ્વી કહેવાયા, રામન શહેનશાહતના પહેલા સરનસિન શહેનશાહ ઑગસ્ટસ બન્યા. સૌ રામન શહેનશાહોમાં એ મહાન હતા. આ શહેનશાહે રમન સામ્રાજ્યના પ્રપાત અટકાવવા માટે પોતાની યશસ્વી કારકિર્દી શરૂ કરી. આગસ્ટસ ભગવાન બન્યા. ઇટાલીના દરેક દેવળામાં આગસ્ટસની પથ્થરની પ્રતિમા ભગવાન સમેાવડી બનીને ખેડી. પણ ઔગસ્ટસ મેડા આવ્યે પણ એગસ્ટસ ખૂબ મોડા જન્મ્યા. હવે રામન સામ્રાજ્યના પ્રપાત શરૂ થઇ ગયા હતા, સિક ંદરે જીતેલી દુનિયા જેની સાથે સરખાવતાં એક પ્રાંત જેટલી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy