SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ વિમ તિહાસની દિશાવલી ખરબચડી ધરતી પર તેના જેસાલેમ નામના પાટનગર પાસે અને જડ્યિા નામના પ્રાંત પાસે થંભી જઈને ઉભું હતું. પેલેસ્ટાઈન દેશને જાડિયા નામને આ પ્રાંત પેલેસ્ટાઈનના પ્રાણ જેવો હતો. પેલેસ્ટાઈનના પ્રાણરૂપ જુડિયા પ્રાંતની ટેકરીઓની અગાશીઓ ઊપરથી અને તેની કંદરાઓના અંતરમાંથી એક ઈશ્વરને અને એક ઈશ્વરની આરાધના માટે આઝાદ રહીને કોઈ પણ શહેનશાહતને નહી નમવાને નાદ હતે. જુડિયાના માન હેલિનિટીક શહેનશાહતની મૂર્તિપૂજાને ધિક્કારતા હતા અને તેના શહેનશાહ એન્ટીઓકસની પ્રતિમા પાસે માથું નમાવવાની ના પાડતાં હતાં તથા જાહેર કરતાં હતાં કે ઈઝરાઈલ અથવા જુડિથા એકજ ભગવાનમાં માને છે. એ એક ભગવાન યાહવેહને સૌથી મોટો કાનૂન એ હવે કે ઈશ્વરની બંદગી જાલીમ વ્યવહારને પ્રતિકાર કરવામાં અને માનવ માનવ વચ્ચે આઝાદીની સમાનતામાં શાંતિમય જીવન સંબંધની જાળવણી કરવામાં જ છે. હિબ્રીક જીવતરના આ કાનૂન પર અટ્ટહાસ્ય કરતો હેલેનિક શહેનશાહતને અધિકાર પેલેસ્ટાઈન પર આક્રમણ કરવાની તૈયારી કરતા હતા, તથા એક ઇશ્વરની બંદગી કરનાર પ્રજાના પાયાની આઝાદીને કચડી નાખવા માગત હતે. કે વિચિત્ર આ નાને સરખે જુડિયાને પ્રદેશ હ ! જ્યારે આખા mતે એક કે બીજી શહેનશાહત નીચે માથું ઝુકાવ્યું હતું ત્યારે ઈ. સ. પૂ. ૧૭૮ માં આ નાનકડો દેશ પેલેસ્ટાઈન, પિતાના પાટનગર જેરૂસલેમમાં મેસેસના કાનન પ્રમાણે આખાય દેશ પરથી ચૂંટાઈને આવતા સિત્તેર મહાપંડિતની પાર્લામેન્ટ મારફત પિતાની ભૂમિ પર પિતાનું સ્વરાજ્ય ચલાવતા હતા. પેલેસ્ટાઈનની મહા નદી જોર્ડનના કિનારા પર વસતા જુડિયાનાં સિધાં સાદાં મૂઠીભર માને મૂર્તિઓની મેલી પૂજા કરનાર હેલિનિસ્ટીક જગત પર હાસ્ય કરતાં હતાં અને નિરાકાર એવા એક ઈશ્વરની બંદગી જુડિયા પર સંભળાતી હતી કે, “સાંભળો ઓ ઈઝરાઈલની ભૂમિ! આપણે ભગવાન એક જ ખૂદા છે.” (શાભાઈ ઈઝરાઈલ, એડેનાઈ લીમ, એડનાઈલ ઈકડ) ઈઝરાઇલની ઐતિહાસિક દિપાવલી ઈ. સ. પૂર્વે ૧૭૮ના આ સમયમાં શહેનશાહ એન્ટીઓકસની ફેલેન્કસ કહેવાતી લશ્કરની હળ પેલેસ્ટાઈન પર તૂટી પડી. આ ભૂમિપરના જુડિયા નામના પ્રાંતે એકલાયે પિતાની જીંદગીને સર્વાગી રીતે રણસંગ્રામ પર ધરી દીધી. એક વર્ષ સુધી જૂડિયાનાં માન જગતને જીતનારી આ શહેનશાહત સામે પિતાના આગેવાન અથવા “મેકાબી'' ને ચૂંટીને તેની રાહબરી નીચે લડવાં. વિશ્વ ઈતિહાસમાં અજોડ એવો રાષ્ટ્ર-આઝાદીના સંગ્રામ પહેલી વાર લડા. જગતને જીતનારી ફેલેન્કસ નામની સેનાઓ પાછી પડી. આ યહૂદી
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy