SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ સસ્કૃતિના સીમાસ્તંભ, ગ્રીસ અને તાકાતવાળાં મનુષ્યો જેવાં હતાં. ગ્રીક જીવનમાં જે દુનિયાદારીપણું હતું, અને જે કયા હતા તેવું બધુજ આ દેવદેવીએના જીવનમાં તેમણે રચ્યું હતું. જે નીતિનિયમાના ભંગ ગ્રીક લેાકેા કરતાં હતાં તે બધુ જ આ દેવ લોકા કરતાં હતાં. મનુષ્યા અને દેવામાં માત્ર ક એટલા હતા કે દેવદેવીએ અમર ગણાતાં અને મનુષ્યા મરતાં હતાં. પરંતુ મનુષ્યાને દેવદેવીએ સાથે બાંધી રાખે તેવું કાઈ બંધન ગ્રીકજીવનમાં હતું નહીં. ગ્રીક જીવનને વ્યવહાર સમાજ સંસ્થાએ સાથે સંકળાયેલા હતા. આ વ્યવહારની ઘણી ખરી ખાનાઓમાં ગ્રીક લેાકેા પાતાનાં દેવદેવીઓને દરમ્યાનગીરી કરવાની તકલીફ આપતા ન હતા. દેવદેવીઓ તરફના તેમના ભાવ અહેાભાવતા હતા. પરંતુ આ ભાવનું રૂપ ભયંકર ન હતું. આવાં દેવદેવીએની સ ંખ્યા ગ્રીક જીવનમાં ઘણી મોટી હતી. ૧૯૭ ઝીઅસ અથવા ઇન્દ્ર સૌ દેવાના ઉપરી હતા અને વજ્રને ધારણ કરતા હતા. ડીમીટર પૃથ્વીના દેવ હતા. હેડને અધિકાર પાતાળમાં ચાલતા હતા અને એસિડૅાન વરૂણ દેવ હતા. ગ્રીસના મહાનગરમાં એથેન્સની દેવી એથીના હતી. શ્રીકાના આ સંસ્કાર નગરમાં ચિંતન અને ડહાપણ ઉપર તથા કલા અને સૌ પર આ દેવી દેખરેખ રાખતી હતી. આવાં અનેક દેવદેવીએ ગ્રીક જીવનમાં દંતકથા બનીને હરતાં ફરતાં હતાં. ગ્રીક લોકા પણ દેવાનાજ દિકરા દિકરીએ હતાં અને એમ માનતાં હતાં કે મરણ પછી દેવ બનવાને તેમને પણ વારા આવતા હતા. કયારેક કયારેક મનુષ્યા દેશની હરિફાઈ પણ કરતા. પ્રેમિથસ નામના એક માણસે માટીમાંથી ગ્રીક મનુષ્યાતે સર્જ્યો હતા, તે દેવકથા ગ્રીક જીવનને મનુષ્યમાંથી ઉદભવ થએલું છે એમ શીખવતી હતી તથા પાયામાં મનુષ્યનેજ સ્વીકારતી હતી. શ્રીકાના આ મહામાનવ દેવા પાસેથી અગ્નિ ચોરી લાવ્યો હતા અને આર્ ભના માનવ સમાજને અગ્નિની ભેટ દઈને ક્રિયા મારફત જ્ઞાન પામવા રસ્તા એણે બતાવ્યા હતા. મનુષ્યા જ્ઞાન પામે તે સામે એલિમપસની ટેકરી પર રહેતા ઈન્દ્ર ભગવાન ઝીઅસના ખૂબ વિરોધ હતા. આ ભગવાને ચિંતાઓ અને રોગચાળા ભરેલા ધડા માનવાના સમાજ પર ફેકયા. પરંતુ પ્રૌમિથસ અને તેની સ્ત્રી જ્વી ગયાં, અને તેમણે ગ્રીક લોકાને જન્મ આપ્યા. પણ માનવ સમાજને જ્ઞાન આપનાર પ્રોમિથસ સામે ઝીઅસની દુશ્મનાવટ ચાલુજ રહી અને એ મહામાનવને ગ્રીક સસ્કૃતિના એકિલસ નામના એક મહાન કવિએ નાટકમાં આલેખીને અમર બનાવી દીધા.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy