SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ વિશ્વ ઇતિહાસની રૂપરેખા શ્રીકસ‘સ્કૃતિનું વિજ્ઞાન ગ્રીક સ ́સ્કૃતિના એરિસ્ટોટલ પહેલાંના ચિંતકે એટલે થેલ્સ અને એનેકઝામિન્ડરે તથા ડૅમેાક્રિટસ વગેરેએ વૈજ્ઞાનિક વિચારણાના પાયા નાખ્યા. ત્યારપછી એરિસ્ટોટલે કુદરતના અભ્યાસ કરવાના વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કર્યાં. ફીફેસ્ટસ નામના એરિસ્ટોટલના વિદ્યાર્થીએ ત્યારના જમાનામાં વનસ્પતિ વિજ્ઞાનના આરંભ કર્યાં. તથા શોષખાળ શરૂ કરી. એરિસ્ટાસ નામના ખગાળશાસ્ત્રીએ કૅપકિસ પહેલાં સૈકાઓ પર એટલે ઈ. સ. પૂ. ૩૧૦ માં ખગોળશાસ્ત્રની શરૂઆત કરી. ત્યારપછી ઈ. સ. પૂ. ૨૭૬ માં જન્મ પામેલા ઈ રૅટાથિનિસે દુનિયામાં પહેલી વાર ભૂંગાળ લખીને જગતના નકશા ધૈર્યાં, અને તેમાં · લેટીટયુડ ' અને લેન્જીટયુડ 'ની રેખાએ નક્કી કરી તથા જાહેર કર્યું. કે જમીનમા` ઉપરાંત દરિયાઇ માર્ગે પણ ભારતમાં પહેાંચી શકાય. " ઈ. સ. પૂ. ૫૭૦ માં પાયથાગેારાસના જન્મ થયો. એણે ગણિતની સખ્યાએને પોતાના ચિંતન શાસ્ત્રના પાયામાં મૂકી. એણે સંગીતના રાગમાં ગણિતને વપરાતું બતાવ્યું, અને ગણિતના આંકડા વડે સાબીત કર્યું કે પૃથ્વી ગોળ છે. પાયથાગેારાસ પછી ઈ. સ. પૂ. ૩૦૦ માં યુકલિડના જન્મ થયા. આ યુકલિડે ભૂમિતિશાસ્ત્રને પાયા નાખ્યા, જે આજે પણ પ્રમાણભૂત મનાય છે. ત્યારપછી ઈ. સ. પૂ. ૨૮૭ માં આર્કિમિડીસને જન્મ થયો. એણે તરતા પદાર્થોના નિયમ શોધી કાઢયો તથા તે ઉપરાંત વિજ્ઞાનાની બીજી અનેક તરફી કરી. આ આર્કિમિડીસ પછી ઈ. સ. પૂ. ૧૬૦ હિયાસ જનમ્યા, અને તેણે ત્રીગાનેામેટ્રીના સિદ્ધાંતાના પાયા નાંખ્યા તથા નકશા બનાવવામાં લેટીટયુડ અને લેયુડનાં પ્રમાણાને વિકસાવ્યાં. ઈ. સ. પૂ. ૪૬૦ માં હિપેાક્રેટિસે વૈદકિય વિજ્ઞાનના પાયે નાંખ્યા, તથા શરીર વિજ્ઞાનના નિયમોને વૈદકિય ધંધા કરનારાઓ માટે ક્રૂરજીઆત બનાવ્યા. એણે શરીરને, ઉંટવૈદાં કરનાર પાદરીઓની પકડમાંથી છેડાવ્યું, અને વૈકીય વિજ્ઞાનને પ્રચાર કર્યાં. ત્યાર પછી ઇરાફિલસ નામના વૈજ્ઞાનિક ઈ, સ. પૂ ૩૦૦ વષૅ પર જ્ઞાનતંતુઓની ક્રિયાઓને શોધી કાઢી તથા જાહેર કર્યું કે જ્ઞાનતંતુઆનું મથક હૃદય નથી પરંતુ મગજ છે. પોતાના પ્રયાગેા આગળ વધારવા એણે દેહાંતદંડ પામેલાં શરીાનાં મડાંઓને ચીર્યાં તથા શરીરવિજ્ઞાનની શેાધને આગળ વધારી. ગ્રીક સંસ્કૃતિનું ધરૂપ ગ્રીક જીવનના ધર્મવ્યવહારનું સ્વરૂપ તે સમયના ખીજા ધર્મસ્વરૂપાથી બિલકુલ નિરાળું હતું. ગ્રીક લેાકેાને મન દેવદેશી ગ્રીક જીવનનાં વધારે ભલાં
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy