SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઈતિહાસને જાતિધર ૧૫૯ પણ નાગરિક પરાજ્ય પામવાથી કે નાશ પામવાથી હું શરમાતે નથી. દેવના જે દિકરાઓ ટ્રોયમાં નાશ પામ્યા તેમણે શરમાવા જેવું શું કર્યું હતું? અને થેટીસના દિકરાએ, એની માતાને નહોતું કહ્યું કે, “ભલે, આવે મોત”? આ જીવનવ્યવહારમાં જે સ્થાનની સોંપણું મને થઈ છે, તે સ્થાન પર રહીને અંતરાત્માના આદેશ પ્રમાણે મારી ફરજની બજવણી કરતાં કરતાં, હું જે કહ્યું કે, “ભલે આવે મેત !” તે, તમે મારી સાથે અસંમત થશે નહિં. પીડાઈ, ઍફીલીસ અને ડેલિયમનાં ભયંકર યુદ્ધોમાં આ સોક્રેટિસને દેહ જુવાન હતો ત્યારે તે સૌની મેખરે હતું અને ત્યાં, મારા નાયકે, જે સ્થાનનું રક્ષણ અને સંપ્યું હતું ત્યાં જ આ મહાન વિશ્વનગર એથેન્સની આઝાદી ખાતર ધરતીમાં પગ રેપીને મેં પડકાર કર્યો હતો, “ભલે આવે મોત !” પણ ત્યારે, ભગવાનની ઈચ્છા પ્રમાણે મોત આવ્યું નહીં. ભગવાનની ઈચ્છા એવી છે કે મારે એથેન્સની ધરતી પર ચિતંકની જિંદગી જીવવી, તથા તે રીતે, મારી અને એથેન્સની જિંદગીના વ્યવહારની માનવ જાતની તપાસ કરવી. એ તપાસની ફરજ બજાવતાં, હું કહ્યું કે, “ભલે આવે મેત !” તે, તમે, જે કોઈ મારી સાથે અસંમત છે, તે લેકે મને માફ કરજે. મેતથી ભાગી જવામાં કે તમારું શરણ સ્વીકારવામાં વધારે ડહાપણ છે, એમ હું માનતો નથી, કારણ કે, મોત વિષે મને કશું જ જ્ઞાન નથી. એ ગમે ત્યારે આવે તે પણ મારે મારી ફરજ બજાવ્ય જવી જોઈએ.” કારણ કે, જે જુવાનોને બગાડવાને મારા પર આરોપ છે, તેમને મેં કહ્યા જ કર્યું છે કે, તમે સૌ કોઈ એથેનિયન છો. આ જગતના સૌથી મહાન નગરના નાગરક થઈને તમે, સત્ય અને ન્યાય ખાતર ફરજની બજવણ પર આરૂઢ થવાને બદલે ધનદેલતને, અને સુવર્ણ મેળવવા પાછળ અંધ બનીને દેડતાં શરમાતા કેમ નથી ? મારા અંતરાત્માને, અથવા ભગવાનને એજ અવાજ, આબાલવૃદ્ધ, નર અને નારી, એથેન્સનાં દેશી કે પરદેશી સૌ માનવબંધુઓ માટે તથા મારા માટે સરખો છે, પરંતુ એથેન્સનાં માનવો, આજની આ અદાલત મને નિર્દોષ છોડી મૂકે કે ન છોડી મૂકે, પરંતુ યાદ રાખજો કે, મારે એક સો વાર મોતને ભેટવું પડે કે મરણ પામવું પડે તો પણ આ જ અવાજ હું તમને યુગયુગ સુધી સંભળાવ્યા કરીશ.” બોલતા સોક્રેટિસે આસન લેતાં કહ્યું, “હવે મારા ન્યાયાધીશે એમને ફેંસલે ભલે સંભળાવે !” એક દિલ કંપાવનારે આંચકે એથેન્સની માનવતાએ અનુભવ્યો. એક કરપીણ મૌન નીચે કચડાતી મેદની શ્વાસ અટકાવીને સાંભળતી બેઠી. પછી,
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy