SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ વિશ્વ ઈતિહાસની રૂપરેખા ડવાને આરોપ મૂકનાર મીલેટસ, આ અદાલતને કહેશે કે તેમને સારા બનાવવા માટે શું કરવું જોઈએ ? અથવા તેમને સારા કણ બનાવી શકશે ? આ અદાલતના આટલા બધા ન્યાયાધીશે આપણા જુવાનને સારા બનવાની તાલીમ આપી શકશે ? મીલેટસના તરફથી આ સવાલનો જવાબ હું દઉં છું કે આ બધા ન્યાયાધીશે તેમને સારા બનવાની તાલીમ આપી શકશે જ. અને અહીં એકઠા થએલા હજારે નાગરિકે પણ તે સૌ પણ જુવાનને સારા બનાવવા જરૂર પિતાથી બનતું બધું કરી શકે જ.” તે પછી એને અર્થ એ થયો કે આ ન્યાયાધીશે, આ ધારાસભાના સભ્યો, અને આ નાગરિકે કોઇપણ આપણું જુવાનને બગાડતું તે નથી જ. એ સૌ તે તેમને સારા બનાવે છે. એટલે આ બધાને પાછો છેલ્લે અર્થ એ છે કે મારા સિવાયના સૌ એથેન્સવાસીઓ જુવાનને સારા બનાવે છે, અને એટલે હું તેમને બગાડું છું. બેલ, મીલેટસ, તેં મૂકેલે આરેપ હું કહું છું, તે જ છે? મીલેટસ હા પાડે છે. ” એથેન્સનાં નગરજન! હવે હું જુવાનેને કેવી રીતે બગાડી મૂકું છું, તે બાબત વિષે મીલેટસનું કહેવું એમ છે કે, દેવતાઓમાં એથેન્સનગર માને છે તેમાં નહિ માનવાનું કહીને તથા નવાં દેવ દેવીઓમાં માન્યતા રાખવાનું કહીને હું તેમને બગાડું છું. મીલેટસ કહે છે કે હું સુરજ અને ચંદ્રને દેવ નથી માનતે પણ એકને સળગતે પથરે અને બીજાને સળગી રહેલી પૃથ્વી માનું છું.” એથેન્સવાસીઓ! મીલેટસ ભૂલી જાય છે, કે આ માન્યતા છે એથેન્સના મહાચિંતક એનેકઝેગોરાસે એથેન્સને આપી છે. કલેઝોમીનીના એ મહાન ચિંતકની ચોપડીઓ, અદાલતના બધા ન્યાયાધીશોએ વાંચી હશે જ. આ માન્યતાને સમજવા આપણું જુવાનોને સેક્રેટિસનું શિક્ષણ લેવાની જરૂર નથી પડતી, કારણ કે એ ચેપડીઓ તે આજે પણ એથેન્સના ચૌટામાં જૂજ કિંમતે મળે છે. આ ઉપરાંત કોઈનવા દેવતાઓની પૂજાની કે માન્યતાની વાત મીલેટસ પણ રજુ કરી શક્યો નથી. પુરવાસીઓ ! જ્યાં બચાવ કરવા જેવું જ નથી તેવા આરેપ માટે આથી વધારે બચાવ રજુ કરવાનું મને મન નથી. છતાં, મને ભાન છે કે, મારી સામે એક મોટી દુશ્મનાવટ ઊભી થઈ છે. મીલેટસ, કે એનીટસને તે માટે હું મારા દુશ્મને નથી લેખ. જે અનિષ્ટોએ આપણી હકુમતને અંધ બનાવી છે, તે અંધાપે આપણે દુશ્મન છે. એ દુશ્મને સંસ્કારને પાછો પાડી દીધું છે. એ જ દુશ્મનાવટ સામે આજે હું પરાજ્ય પામું છું તથા મારા પછી બીજા ઘણા એની સામે પરાજ્ય પામશે.
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy