SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ વિશ્વ ઈતિહાસની રૂપરેખા એકતા વિનાને દેખાતું હતું. આ એક દેશના જુદા જુદા પ્રદેશ પર વસતાં માણસે પોતપોતાને પ્રાદેશિક નામોથી ઓળખતાં હતાં. સ્માર્ટ અને એથેનિયને, થીબને અને કરિનથીએને, મેસેડોનીયને અને મેલિય, એવાં એ લોકોનાં નામ હતાં. છતાં આ સૌમાં એક ભાષાને લઈને હોમરના એક જાતના ગીતના લલકારને લીધે દેવ દેવીઓને પૂજનારા એક જાતના ધર્મને લીધે અને ઓલેમ્પીક રમતની એકતાને લઈને ગ્રીસ દેશ એક દેશ જે લાગતું હતું. આ એક દેશની એકતાનું બીજું રૂપ ગ્રીક ધરતી પર જન્મ પામતા જ્ઞાન અને વિજ્ઞાન તરફના પ્રેમનું રૂપ હતું. આ દેશ આજસુધી અતિપ્રાચીન એવા દેશ પાસેથી ઘણું ઘણું શીખ્યો હતે. ફિનીશિયનોએ આ દેશને જહાજે બાંધતાં અને ચલાવતાં શીખવ્યું હતું. ઈજીપ્ત પાસેથી ગ્રીસ દેશ ગણિત અને ખગોળ શીખ્યો હતો તથા શિલ્પશાસ્ત્ર પણ શીખ્યો હતે. હવે એણે વિજ્ઞાન શીખવા માંડયું હતું. ભારત દેશ સાથે તેને સંતસમાગમ શરૂ થઈ ગયો હતો. ભારત પર થતી હતી તેવી ચર્ચાઓ અને વિતંડાવાદે એણે પણ શરૂ કરી દીધા હતા. ગ્રીસ દેશ પર જ્ઞાનનું જાણે એક મોટું વલેણું ચાલવા માડયું હતું. સંસ્કૃતિની શેધનું નામ અહિં સેકેટિસ હતું—આપણે ગ્રીસ દેશના નકશાની સામે જોઈએ તે તે સમયનાં નગરે અથવા નગર રાજ્ય દેખવામાં આવે છે. આ સમય ઇ. સ. પૂર્વેના છઠ્ઠા સૈકાની શરૂઆતને હતે. ઇ. સ. પૂર્વેના છઠ્ઠા સૈકાના આરંભમાં ગ્રીસમાં મેલેટસની પાસેના એક ટાપુ પર હિરેડેટસને જન્મ થયો હતે. એના જમણે પડખે સેમસ નામને ટાપુ હતું આ ટાપુ પર “પાયથાગેરાસ” જ હતે. એનાથી થોડે દૂર ઈફેસસને ટાપુ હતું. ત્યાં હિરેકલીટસ” નામને વૈજ્ઞાનિક જમ્યો હતે. ત્યાંથી ત્રણ કલાકને રસ્તે આવેલા કેલેફોન પર “ઝીને ફેનિસ” ને જન્મ થયો હતે. અને તેની પાસે આવેલા “કલેમિન’નગરમાં “એનેકઝારાસ” જન્મી ચૂકે હતા. આ બધા ઈ. સ. પૂર્વેના છઠ્ઠા સૈકાના સમકાલિનો હતા. થેલ્સ અને એનેકઝિમેન્ડર પણ વૈજ્ઞાનિક હતા. એનેકઝિમીનીસ, એનેકઝિમેન્ડરને વિદ્યાર્થી હતું. આ સમયે હીરેકલીસ હજુ બાળક હતું, અને પાયથાગોરસ વૃદ્ધ થવા આવ્યો હતો. આ સમયે એનેકઝેગોરાસ અને હીરેડેટસ જુવાન છોકરાઓ હતા. આ બંને મહાન જુવાને ઈ. સ. પૂર્વે પાંચમા સૈકામાં જીવતા હતા. આ સમયમાં જ એક મહામાનવ ગ્રીસની ધરતી પરના એથેન્સ નગરમાં કાંઈક શોધ કરતે ફરતે હતે. આ માણસનું નામ “સોક્રેટિસ” હતું. એનો ચહેરો વિશાળ હતો. અને મેટું નાક હતું. બેડોળ કહેવાય તે આ માણસ સ્મિત કરતે ત્યારે
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy