SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ઈતિહાસને તિર્ધર ૧૪૫ પરંતુ એથેન્સનગરના અર્થજીવનમાંથી આ ઉમરાવશાહી તૂટવા માંડી. ઉમરા પિતાની દોલત વાણિજ્યમાં રેકવા લાગ્યા. એથેન્સનું બંદરગાહ વાણિજ્યથી ધીખી ઊઠયું. ઉમરાનાં વ્યાપારી જહાજે ઈજીપ્ત, સિસલી માર્સેલ્સ, સાયપ્રસ વગેરે મથકે સાથે વેપાર ખેડવા લાગ્યાં તથા એથેન્સનું વહાણવટું વિકસવા માંડ્યું. આ બધી ઘટનામાં રજવાડાશાહોને અંત આવવાની આર્થિક રચના રચાઈ ગઈ. લોકશાહીને જન્મ અને સોલન બદલાતી જતી જીવન ઘટનામાં એથેન્સના પાટનગરમાં કવિઓએ, ભાટ ચારનાં યશોગાન છોડી દઈને શ્રમમાનવનાં, અને નૈતિક સદગુણોના નૂતન ગીત રચવા માંડ્યાં. આ મહાકવિઓએ પિડીત માનની થ્થા અને ઇન્સાફની તેમની માગણીને કવિતાઓમાં રચી દીધી. હવે એથેન્સના જીવનમાંથી રાજાશાહીનું શાસન અલેપ થઈ ગયું પણ ડ્રાકાનું જાલીમ સરમુખત્યારીવાળું શાસન શરુ થયું હતું. ડ્રાકે નામના જાલીમના શાસન નીચે એટિકાની ધરતી ઉકળી ઉઠી અને કે નામને શબ્દ જાલીમ અથવા ઘાતકી એવા અર્થવાળો બની ગયે. આવી સરમુખત્યારશાહીના જમાનામાં સોલેન નામને એક મહાન ગ્રીક, એથેન્સ નગરને ન્યાયાધીશ નિમાયે. શાસનથી સ્વતંત્ર એવા ન્યાયના શાસનના આ સર્વોપરિ નગર અધિકારીએ, ન્યાયસમતાને ધારણ કરીને ચૂકાદા દેવા માંડયા. ગરીબ અને તવંગર માટેના જૂદા કાનૂતો એણે રદ કર્યા અને જમીનના ધારાધરણને સામાજિક ઈન્સાફની ન્યાયસમતા પર મૂકી દીધાં. એણે ગરીબ અને તવંગર સૌને સમાન ધોરણ પર નગરની રાજ્યસભામાં બેસવાને અધિકાર છે, એવી જાહેરાત કરી. આ રીતે એટિકાની ધરતી પર લેકશાહીને આરંભ થયે અને જાલીમ સરમુખત્યારીનું પતન થયું. આ નૂતન લેકશાહીનું રૂપ ઉપલા અને મધ્યમ વર્ગ સુધી જ પહોંચી શક્યું. રાજ્ય સંસ્થામાં ચૂંટાવાનો અને ચૂંટવાનો અધિકાર, ગુલામે અને અકિંચનોને મળ્યો નહીં. આ લેકશાહીના પાયામાં કોઈપણ રાજકીય કે સામાજિક અધિકાર વિનાના આ ગુલામ નામના માનવસમુદાયે ગ્રીસની સામાજિક જીવન રચનામાં જીવનના પાયા તરીકે સ્વીકારાઈ ગયા તથા ભારતની ભૂમિપરનાં વૈરા જેવું એથેન્સનું ગ્રીક વૈરાજ્ય ગ્રોસ ભૂમિ પર જીવનના નૂતન રૂપ જેવું શરૂ થઈ ગયું. અનેક રાજ્યને એક દેશ ગ્રીસ દેશ નાનાં નાનાં નગર રાજ્યો અને ટાપુઓનાં રાજ્યના બનેલ એક દેશ બને. આવા એવા ટૂકડાઓ પર વહેંચાયેલે આ પ્રદેશ એક દેશની ૧૯
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy