SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસની રૂપરેખા જઈને જડ ક્રિયાકાંડા વડે ધાર્મિક અથવા પવિત્ર હાવાનેા મિથ્યા અચળા આ આચાર ધારણ કરી શકયો. આવી વિચારસરણીએ વૈજ્ઞાનિક વિચાર સ્વરૂપને અહીંથી નાશ કરવા માંડ્યો, એટલું જ નહી પણ વૈજ્ઞાનિક જીવન વ્યવહારના વિરાધ કરવા માંડજો. જીવનના આવા સ્વરૂપે ભારતવર્ષના ખગાળશાસ્ત્રના વિજ્ઞાન રૂપેમાં આકાશી પદાર્થોને પણ અધ રીતે દેવદેવીઓ માનીને તેમની પૂજા કરવા જેવું ધર્માંધ રૂપ ધારણુ કરી લીધું. આ વિચારસ્વરૂપે ભારતવર્ષની ભાષામાં સાહિત્યના સ્વરૂપને વ્યાકરણથી સુરમ્ય બનાવ્યું. પરંતુ ભાષાના પદાર્થાંમાં પ્રાથૅના તથા યજ્ઞામાં જાદુઈ મંત્રાના શબ્દોચ્ચાર ઉપરાંત વિજ્ઞાનને ઉચ્ચાર સંભળાયા નહિ. વ્યક્તિગત મેાક્ષના ક્ષુદ્ર અને સંકૂચિત સ્વાથી એવા સ્વરૂપને વરેલી સમાજ વિરાધી એવી વિચારણાએ માનવસમુદાય અથવા સમાજની મૂક્તિને વિચાર કર્યા નહિ. નિર’કુશતા અને સ્વછંદતાની હદ વટાવી દઈ ને શિવશક્તિની મેલી આરાધનામાં ખૂંપી જઈને, તેણે ધના રૂપને જાદુની અંધકારમય અને અજ્ઞાનમય ગલીચતા સાથે સેળભેળ કરી નાખ્યું. રાજાએ અને શહેનશાહા ભગવાનેા તરીકે પૂજાવા માંડવ્યા. ગ્રીસમાં સિકરે અને પૂર્વના પ્રદેશાના ખીજા શહેનશાહેાએ પેાતાની આવી જ આરાધના શરૂ કરાવી હતી પરન્તુ ભારતમાં ઓતપ્રાત બનેલી હિંદુ ધર્મની સમાજ વિરાધી અને ક્ષુદ્ર સ્વરૂપવાળી વ્યક્તિ ગતમેાક્ષની વિચારસરણીએ ભારતના શહેનશાહેાની ભગવાન તરીકેની પુજાઆન લેાક જીવનમાં એક શરમજનક વ્યવહાર તરીકે પરાવી દીધી. આ વિચારસરણીને લીધે ભારતવર્ષામાં શહેનશાહતના જમાના સૈકા સુધી ચાલ્યા કર્યાં અને પેાતાનું શાસન પોતે કરવાની રાજ્કીય અસ્મિતા અથવા રાજકીય ભાન વેપારી વર્ગોમાં અને શ્રીમંત વર્ગોમાં પણ ઉતરી શકયાં નહી. આ વર્ગાએ પણ શહેનશાહાની ખુશી ખુશામત જ કર્યો કરી. આ રીતે લેાક સમુદાયમાં રાજકીય અસ્મિતા અથવા રાજકારણનું ભાન સૈકા સુધી લાકશાહીની કાઈ પણ પ્રવૃત્તિ કરી શકયુ' નહિ. આવી પ્રગતિ–વિધી વિચારણાએ આ મહાન દેશને કૂપમંડુક બનાવીને ઇતિહાસના · રેફ્રીજરેટર' માં જકડી લીધા. છેવટે જ્યારે વર્તમાનયુગમાં વૈજ્ઞાનિક સ્વરૂપ ધારણ કરીને પશ્ચિમને વેપારી અહીં આવી પહેોંચ્યા ત્યારે પણ આ મહાન દેશ નાતજાતના ભેદમાં અ ંગે અંગમાં છેદાયેલા અને ભૌગોલિક રીતે અનેક રજવાડાંઓના હકૂમત પ્રદેશના વિચ્છેદવાળા રૂપમાં જકડાઈ ગયા હતા. તેથી હજી ગઈ કાલે જ જન્મેલી પણ પ્રગતિને પંથે પડેલી પશ્ચિમની હકૂમતના આ મહાન દેશ ગુલામ બની ગયા. TRY
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy