SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન ભારતીય સંસ્કૃતિનું રેખાચિત્ર ૧૧૫ આપધાતને ધર્મ મના. જાલીમ બનેલી જીવન ઘટના તરફની દુઃખી માનવતાની એ અંધ પ્રતિક્રિયાનું સ્વરૂપ હતું. બુદ્ધ અનિષ્ટને શાંત પ્રતિકાર શિખવ્યો. જૈન ધર્મ હિંદના જ છેડા ભાગમાં પથરાઈને શમી ગયો. બુદ્ધ ધર્મ હિંદમાંથી એના જન્મ સ્થાનમાંથી જતો રહ્યો છતાં દુનિયાના બીજા દેશમાં જામી શક્યા. ઈ. સ. પૂર્વે પર૭માં જેન વિચારક વર્ધમાન લિચ્છવી ગણના વૈશાલી નગરના વૈરાજ્યમાં જનમે. વર્ધમાન એ ગણતંત્રને આગેવાન હતું. પણ એણે ત્રીસ વરસની ઉંમરે પિતાને કારભાર છોડીને સત્યની શોધમાં ઘર છોડયું. બાર વરસ સુધી બંગાળની સરહદની જંગલની વસ્તીમાં રખડ્યા પછી એને સત્ય દેખાયું અને એ સત્યને પ્રચાર કરતાં કરતાં મગધના રાજગૃહ પાસે પાવા નામના ગામમાં બોતેર વરસની ઉંમરે એણે દેહ છોડ્યો. બહુજન હિતવાળા વિચાર પ્રવાહ ઈ. સ. પૂર્વે ૫૬૩માં નેપાલની હદ પર શાય ગણેના ઘેરાજ્યમાં, શુદ્ધોદન નામના શાક્ય ગણપતિને ઘેર ગૌતમને જન્મ કપિલવસ્તુ નામના નગરમાં થયો. પછી ગૌતમ યુવાન થયો, ત્યારે પિતાના કાકાની દીકરી યશોધરાને પરણ્યો અને એક મધરાતે પિતાની યુવાન પત્ની તથા પુત્ર રાહુલને ઊંધતાં મૂકી ૨૯ વરસની ઉંમરે સત્યની શોધમાં એણે ઘર છોડ્યું અને એ રસ્તા પરને ભિક્ષુક બન્યું. વરસો પછીના રઝળપાટને અંતે એને સત્ય દેખાયું.. એણે આત્મા નામના તત્વને ગુણધર્મનું ચલ-સંગઠન કહ્યું. એણે ઈશ્વરની વાતના જવાબમાં મૌન સેવ્યું. એણે કર્મને આગળ વધતા વેગ સાથે સરખાવ્યું. એણે યજ્ઞ-યાગ અને પ્રાર્થનાઓને નકારી કાઢ્યાં એણે જાલીમ જોહુકમીવાળી બ્રાહ્મણ હકુમતની સામે દયા અને પ્રેમ ધર્મને પૂકાર્યો. એણે ન્યાય સમતા અને માનવમાત્રાની સમાનતાની ઘોષણું કરી. એણે સમાજના તરછોડાયેલા અને રિબાયેલા નીચલા થરેને સમાનભાવે આદર કર્યો, અને એણે બ્રાહ્મણોના વર્ણાશ્રમ ધર્મને ધિક્કારી કાઢયે. એણે માનવજાતમાં જીવનને જૂવાળ ચઢાવ્યું. એણે પિતાની વાત લઈને ગામેગામ ફરવા માંડ્યું. એને સાથીદાર આનંદ એના વાર્તાલાપનું મુખ્ય પાત્ર બની રહ્યો. એ પિતાને રામજાતી વાત કહેવા સૌથી પહેલે કપિલ વસ્તુ પહોંચે. ત્યાં એની સ્ત્રી યશોધરા તથા રાહુલ એને પહેલાં અનુયાયી બન્યાં. પછી ૪૬ વરસ સુધી એકથી બીજે ઠેકાણે રખડત એ તથાગત વૈશાલી પહોંચ્યો. વૈશાલીના શાસક ગણોએ એને માટે મેળાવડો છે. વૈશાલીના રાજોએ એના મનમાં મેટી મિજબાની ગોઠવી. પણ એણે એમનાં માન
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy