SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વ ઈતિહાસને ચિરંતન દેશ-ચીન એણે રાજાઓ અને માલિકને પણ કહ્યું હતું કે તમારે પ્રજાના વાલીઓ બનવું, નહિ તે જેમ મહાન પર્વતે પણ ઘસાઈ જાય છે તેમ ' .. પણ એ છેલ્લું વાક્ય સાંભળવાને, તેફાનને ઘડ્યો હોય એવો સીનનો જુવાન રાજા શી હુઆંગ–ટી ઇન્કાર કરતા હતા. એની તે એક જ નેમ હતી. એ નેમ આખાય ચીનના ચક્રવતી બનવાની, અને કદિ ન ભૂસાઈ જાય તેવું ચીન દેશ પર પિતાનું એક ચક્રી શાસન કરવાની હતી. આ કે શી–હુઆંગ-ટી પિતાનું આખું માથું એ એક જ ખ્યાલથી ઊભરાતું રાખીને દરભાર ભરીને બેઠો હતે. એના ગોઠણ પર લાંબી ને પહેળી તરવાર નાગી પડી હતી. એની સામે એક પણ અવાજ ઉઠાવનાર દેહાંત પામતું હતું. એનું નામ તે હતું શૃંગ, પણ એણે હવે પિતાને શી–હુઆંગ—રી કહેવડાવવા માંડ્યું હતું. એના દરબારના એક ખંડમાં એણે તેલની ઊકળતી કઢા હમેશા તૈયાર રાખી હતી. એની સામે કેઈપણ અપરાધ, કેઈને પણ એમાં તળી નાખવા પૂરત ગણુતે. એના ભર્યા દરબારમાં એક વૃદ્ધ ખેડૂત એની સામે એકવાર ઊભો થયો અને અદબથી બેઃ “મારે આપ નામદારને કંઈ કહેવું છે.” ભલે બેલો.” આખો દરબાર શ્વાસ થંભાવીને સાંભળી રહ્યો. એ નમન કરીને બેલ્યો : “આપ નામદારનો સ્વભાવ ર છે. આપ નામદારનું વર્તન તેફાની અને સ્વચ્છંદી છે. આપ નામદારે આપની માતાને પણ દેશવટે કાઢી છે અને ડાહ્યાઓની શિખામણને ઠેકરે દીધી છે. મને બીક છે કે તમારે અને તમારા વંશને નાશ થશે.” પછી એ વૃદ્ધ પિલા ઊકળતા ચરુવાળા ખંડ તરફ ચાલ્યો અને બોલ્યા “આપના ગુલામેએ મને ચરમાં નાખી દેવાની જરૂર નથી. હું આપ મેળે તેમાં પડવા જાઉં છું. મારા અપરાધની શિક્ષાની મને ખબર છે.' એક ભયાનક શાંતિ એક પળવાર પથરાઈ ગઈ. એ શાંતિને તેડ શી–હુઆંગ-ટી છલંગ દઈને પેલા વૃદ્ધ પાસે પહોંચ્યા અને બંને હાથે એ. વૃદ્ધને પિતાને તાજ પાસે દેરી લાવતે જાહેરાત કરી રહ્યો : “આજથી આ વૃદ્ધ ભારે વડે પ્રધાન છે. મને સાચી વાત કરનાર એક પણ પ્રધાન ન હોય. તે આખે ચીન એક શાસન નીચે આવે કેવી રીતે?”
SR No.032698
Book TitleVishva Itihasni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorChandrabhai Bhatt
PublisherChandrabhai Bhatt
Publication Year1957
Total Pages838
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy