SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ધીમે કામ સરાડે ચઢે. આ સૂચના સર્વ ભાઈઓના વિચાર સારૂ મૂકું છું. ઉપરના વિષય જોડે સંબંધ રાખતી પણ તેથી વધારે ઉપયોગી એક બીજી સૂચના છે. ગુજરાતના જૂના સાહિત્યમાંથી હજુ થોડું જ પ્રકશમાં આવ્યું છે. તે ઘણું તે પડયું પડયું” ઉધઈ ખાતું હશે, ને કેટલુંક તે ગાંધી ને વહેરાને ત્યાં પડીકાં બાંધવામાં જવા માંડયું છે. આ બધું સાહિત્ય હસ્તગત કરવાના ઉપાય લેવામાં ઢીલ થાય તે આપણા દેશને પાર વિનાની હાનિ થાય. દર વર્ષે થોડે થોડે અવેજ જુદે કાઢી આ હસ્તલેખ સેસાઇટીએ પિતાના કબજામાં લેવાથી દેશની એક મોટી સેવા. તુલ્ય કામ થશે. આની જોડે ગુજરાતમાંથી મળતા જૂના સિક્કા, તામ્રલેખ, શિલાલેઓ વગેરેને જાળવી રાખી, તેની નકલે કરાવી, તે પિતાના હસ્તગતમાં. રાખવી એ પણ ઘણું જ અગત્યનું કામ છે. આ અલૌકિક પ્રસંગને લાભ લઈ કેટલાક મુખ્ય મુખ્ય વિષે ઉપર મેં મારા વિચાર આપ સર્વની આગળ મૂક્યા છે તે ઉપર શ્રોતામંડળ તથા સભાસદે પોતાને અભિપ્રાય બાંધશે તે મને બહુ સંતોષ થશે ગુર્જર દેશનું અને તેની ભાષાનું ભવિષ્ય ઘણું ઉત્કૃષ્ટ થવાનું છે એમ! અતીન્દ્રિય નજરથી મને લાગે છે. આખા ભરતખંડમાં, ને તેની બહાર : દુનિઓમાં ગુજરાતની પ્રજા પછી તે મુસલમાન, પારસી, જૈન કે હિંદુસાહસ ને હિંમતથી ફરે છે, ને તેનું દ્રવ્ય તથા તેની જોડે બુદ્ધિને પ્રકાશ ગુજરાતમાં લાવી નાંખે છે. હજુ થોડા કાળમાં તેને વધારે થશે, એ વાત નિસંશય છે. હિંદુસ્તાનની બીજી પ્રજાએ જે આપણને ભાઈને ઠેકાણે છે તે કંઈ કંઈ અંગમાં આપણા કરતાં ચઢીઆતી હશે, કોઈ શરીરબળમાં, કઈ વિદ્યાપીઠમાં, કઈ શૈર્યમાં, પણ જ્યારે સમગ્ર ગુણોને : વિચાર કરીએ છીએ ત્યારે ગુર્જર પ્રજામાં ગુણાધિક્ય છે એમ આપણું મનમાં સત્ય અભિમાનને ઉમળકે આવ્યા વગર રહેતું નથી. સંતરે વ્યવહારના સ્થાયી, ઠાવકા, ને વિચારશિલ ગુણેમાં આપણે ચઢીયાતા છીએ. આપણામાં ઠંડા વિચારના પ્રાબલ્યને લીધે આપણે એક તરફ ઢળી. પડતા કે ઘડીકમાં છટકી જતા નથી. આવા ગુણોને ઉત્કર્ષ કરે ને જનસમાજના તન, મન ને બુદ્ધિને શિક્ષણ ને રંજન આપવું એ સાહિત્યનું કામ છે. આપણા ખંડેનું અભિમાન કાયમ રાખી એવું
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy