SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ -પરિપૂર્ણ કરવા એ માર્ગ વધારે ઉપયુક્ત છે, એમ મને લાગ્યું છે, ને તે -સર્વ સંમતીથી હાથમાં લીધું છે. એટલે જ તે દહાડે એક સારો ગુજરાતી કિશ થશે, એવી પાકી આશા હવે ઉત્પન્ન થાય છે.. ગુજરાતી જોડણીને પ્રશ્ન વધારે વિકટ છે, ને લેખમાં તે વિષે - હજુ એકમત થે કઠણ છે. જુદાં જુદાં ધોરણ મગજ મગજમાં રમી રહ્યાં છે, એટલે ધેરણની એકતા વગર આગળ નિકાલ થવાને ક્રમ ચાલી શકે તેમ નથી, પણ જે સુજ્ઞ પુરૂષો ધારે તે દેશની માફક આ પ્રશ્ન સંબંધે “પણું કઈક બની શકે એવું છે. જે શબ્દો સંસ્કૃત કે ફારસીના અસલ વેશમાંજ હજુ ગુજરાતી બોલીમાં વપરાય છે, તેને અસલ પ્રમાણેજ લખવા એમ લેખની છે આ મંડળની સંમતિ થાય તે કંઈક થયું એમ કહેવાય. તે જ પ્રમાણે બીજા પણ એવા ઘણુ શબ્દો છે, કે જેને સંગ્રહ કરી લેખકોને તેની જોડણી વિષે અભિપ્રાય લેવા, ને ઘણા મતથી તેની જોડણી નક્કી કરી, તેની આધારભૂત ચોપડી આ મંડળ થોડી કીમતે વેચી શકે. અલબત્ત લેખોની સંમતિ વગર એક ડગલું પણ આગળ ચાલી શકાતું નથી, પણ આ પ્રમાણે થવાથી ઘણું કાળથી વાંધામાં પડેલા જોડણીના પ્રશ્નને થોડે ઘણે નીકાલ થાય એવું છે. | ગુજરાતી ભાષામાં આજ લગીમાં છપાઈ પ્રસિદ્ધ થએલાં સર્વ પુસ્તકની એક પુસ્તકશાળાની ઘણી જરૂર છે એ સર્વમાન્ય છે. એવો સંગ્રહ કર આ. ભંડળની મગદુર બહારની વાત નથી. એ થવાથી ખરા વિદ્યાથને વિદ્યાની વૃદ્ધિમાં ઘણી સહાય મળે એ ઉઘાડું છે. કેશની રચનામાં પણ તેની આવશ્યક્તા છે. વળી નવાં પુસ્તક રચાવતી વખતે અમુક વિષય ઉપર પુસ્તક થયું છે કે નહિ, તે જોવાની જરૂર પડે છે ને કેટલીક વાર બધું નક્કી થયા પછી એવું પુસ્તક નીકળવાથી કેટલેક શ્રમ વ્યર્થ જાય છે તે પણ એવા સંગ્રહથી બચી શકશે. આપણું સાહિત્યનું સામટું અવલોકન કરવામાં આવા સંગ્રહથી ઘણી સહાય મળશે. લેખકેને ઉદ્યોગ કયી કયી દીશાએ ગયો છે, ને કયી કયી દીશાએ હજુ બીલકુલ ખાલી છે, અમુક દીશામાં પણ કેટલા કેટલા ખૂણા હજુ અડકયા વગર રહ્યા છે એ વગેરે સમગ્ર દર્શન કરવાને આ સંગ્રહ ઘણે જરૂર છે. ભાષાને સાહિત્યને સારે ઈતિહાસ રચાવવાને સારૂ પણ આવા સંગ્રહની જરૂર છે. સરકાર જે ત્રિમાસિક યાદીઓ (કેટલોગ ) છાપે છે તે ઉપરથી એક પૂર્ણ નૈધ આ મંડળ કરાવે ને પછી સવડે સવડે પુસ્તક ભેગાં કરે તે ધીમે
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy