________________
૨૪૭,
સાહિત્ય આપણી પ્રજા ઉત્પન્ન કરી શકશે એવી મારી પૂર્ણ ખાતરી થાય છે. જેવી ભૂમિ ને જેવી આહવા તેવું ફળ પાકે એ સ્વાભાવિક છે. એવા સાહિત્યના પાકમાં ગુન્સત વર્નાકયુલર સેસાઈટી દિન ૫ર દિન વધારે સહાય થાય, એજ શ્રી પરમાત્મા આગળ આપણ સર્વની અંતરની વાંછના છે.
છેવટ એક કહેવાનું છે કે આપણું આજ લગીની વૃદ્ધિ યુપીયન અમલદારની અંતરની મદત ને સહાનુભૂતિને લઈને થાય છે, રાજ્યની શાતિ ને મીઠી નજર વગર વિદ્યા ને સાહિત્યની વૃદ્ધિ થવી ઘણું દુર્ઘટ છે, એ વાત મારા દેશી ભાઈઓને નિરંતર યાદ રાખવા મારી છેવટ અરજ છે.
આ મંડળ દિન પર દિન વર્ધમાન દશાને પામે ને ગુજરાતની અધિકાધક સેવા કરે.
,
૧૫
S
&