SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના નવા મકાનને પાયે નાંખવાને કરવામાં આવેલી યિા. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું હાલનું મકાન ઘણું નાનું પડતું હોવાથી એક નવું મકાન બંધાવવાને ઠરાવ ૧૮૯૫ માં મળેલી જનરલ કમિટીમાં થયું હતું. તેને માટે સરકાર તરફથી કારંજ બાગ સામેની જમીન મળવાથી ત્યાં મકાન બાંધવાને સારૂ પાયો નાંખવાની શુભ ક્રિયા ગયા માસની તા. ૨૪ મિીને શુકવારના રોજ સાંજના સાડાચાર વાગતાં ઉત્તર વિભાગના, કમિશનર મિ. એફ. એસ. પી. લેલી સાહેબને હાથે કરાવવામાં આવી હતી. તે વખતે એ જગ્યા ઉપર એક ખાસ મંડપ ઉમે કરી તેને દવાઓ તથા વેલકમ ” નાં પાટીથી શણગાર્યો હતો, અને શહેર તથા કાંપના જાણીતા યૂરોપિયન તેમ દેશી અમલદારો, સ્ત્રીઓ, શેઠીઆઓ, વકીલે, દાક્તર તથા બીજા ગૃહ મળી આશરે ૫૦૦ જણ હાજર થયા હતા. મહેરબાન લેલી સાહેબને માનપૂર્વક સત્કાર કરવાને પોલીસ–પાર્ટી હાજર હતી. તેઓ બરાબર સાડાચાર વાગતાં પધારી સભાપતિની ખુશીએ બરાજ્યા. પછી ઍનરરી સેક્રેટરી રા. બ. લાલશંકરે સોસાઈટીને ટૂંક રીપોર્ટ વાંચી સંભળાવ્યો તે નીચે પ્રમાણે – ઓગણપચ સ વર્ષ ઉપર જ્યારે આ શહેરમાં એકે નિશાળ, લાયબ્રેરી, છાપખાનું કે પત્ર કાંઈ પણ નહોતું, ત્યારે એક ઉદાર અંગ્રેજ ગૃહસ્થ-તે સમયના અમદાવાદના આસિસ્ટંટ જજજ-મિ. એ. કે. ફેંર્બસ સાહેબે દેશી ભાષા મારફતે જ્ઞાન પ્રસાર થવાના હેતુથી ઈ. સ. ૧૮૪૮ ના ડિસેમ્બર માસની તા. ૨૫ મીએ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની સ્થાપના કરી હતી. બીજા યૂરોપિયન અને દેશી અમલદારે આ પરે૫કારી કાર્યમાં સામેલ થયા અને દેશી રાજ્યકર્તાઓએ પણ નાણાંની સારી મદદ કરી. - ઈ. સ. ૧૮૪૯ માં સોસાઈટીએ એક લાયબ્રેરી અને છોકરા તથા છોકરીઓ સારૂ એક શાળા સ્થાપી, અને શિલા છાપખાનું કાઢી વત્તમાન નામનું એક સાપ્તાહિક પત્ર કાઢવાની વ્યવસ્થા કરી. તે લાયબ્રેરી પ્રથમ ભદ્રના મકાનમાં એક ઓરડીમાં ઉઘાડવામાં આવી હતી. પાંચ વર્ષમાં સભાસદોની સંખ્યા સો ઉપરાંત થઈ અને ઈલાયદા યોગ્ય મકાનની જરૂર જણાઈ તે સારૂ એક સભા ભરવામાં આવી અને નગરશેઠ હીમાભાઈએ એક મકાન બાંધવાને રૂ. ૪૫૦૦ આપ્યા. સરકારે જગ્યા મફત • ગુ. વ સે સાઈટીનો રિપોર્ટ સન ૧૮૯૭,
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy