SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ હક્કના રૂ. ૫૮૨-૧૦-૦ આપેથી, તેમ પ્રતિ વર્ષ સરકારી જમીન ધારાના રૂ. ૫-૮-૧૦ ભરવાની સરતે આપશે. આ પ્રમાણે ગોઠવણ નક્કી થતાં, લાલશંકરભાઈએ તે મકાનને પ્લાન જાણતા એજીનિયર સ્વર્ગસ્થ હિમતલાલ ધીરજલાલ પાસે તૈયાર કરાવ્ય; અને તેમાં વધારે આનંદ પામવા જેવું એ છે કે નગરશેઠ પ્રેમાભાઈ જેઓ સોસાઈટીના પ્રમુખ હતા એમના નામનું સ્મારક ફંડ રૂ. ૧૨૦૦૦ નું આશરે એકઠું થયું હતું, તે સેસાઇટીના મકાનને મેડાવાળે ભાગ જાહેર, વ્યાખ્યાને માટે ખુલ્લું રાખી, તે મજલાને “નગરશેઠ પ્રેમાભાઈ હૈ” એવું નામ આપવાનું સ્વીકારી સદરહુ ફંડ સોસાઈટીનું મકાન બંધાવવાના ખર્ચ સારૂ મેળવ્યું: તે પછી એમને જણાયું કે મકાન ખર્ચમાં થેડીક રકમ ખૂટે છે એટલે એ પ્રશ્ન સન ૧૯૦૦ માં સામાન્ય સભામાં ફરી રજુ કરી તે વિષે નીચે મુજબ મંજુરી મેળવી હતીઃ રા. બા. લાલશંકર ઉમિયાશંકરે દરખાસ્ત કરી, અને રા. રા. કેશવલાલ મોતીલાલ પરિખે અનુમતિ આપી કે, સેસાઇટીના નવા મકાનમાં રૂ. ૩૦૦૦ સુધી સોસાઈટીની પોતાની મિલકતમાંથી ખર્ચવા તથા રૂા. ૧૦૦૦ સુધી ફર્નીચરમાં વાપરવાના મંજુર કરવા.” આ મકાનને પાયે નાંખવાની શુભ ક્રિયા તે સમયના ઉત્તર વિભાગને મે. કમિશ્નર સાહેબ મી. એફ. એચ. પી. લેલીના શુભ હસ્તે થઈ હતી. તે સમારંભ દબદબાભર્યો અને ગેરવયુક્ત હતા અને તે પ્રસંગે થયેલાં વિવેચને, રા. બા. લાલશંકરે રજુ કરેલો સેસાઇટીને સંક્ષેપ વૃતાંત અને મી. લેલીએ તે અવસરે આપેલું વ્યાખ્યાન આજે પણ વિચારણીય માલુમ પડશે. સેસાઈટીના ઇતિહાસમાં આ મહત્વને પ્રસંગ હોઈને એ સમારંભને સમગ્ર અહેવાલ અહિં આપીએ છીએ – એના પડખાની બાકી રહેલી ૬૭ સમચોરસ વાર જમીન સન ૧૯૦૪ માં સોસાઈટીને મળી હતી. જુઓ ગુ. વ. સે. ને વાર્ષિક રીપોર્ટ સન ૧૯૦૪ ૫. ૨૬ : ગુ. વ. સે. ને સન ૧૯૦૦ ને વાર્ષિક રીપોર્ટ પૃ. ૮૪. • ગુ. ૧, સે. ને વાર્ષિક રીપોર્ટ સન ૧૮૯૯, પૃ ૭.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy