SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ આપી અને રૂ. ૭૦૦૦)ને ખરચે મકાન ઉભું કરવામાં આવ્યું, તે હીમાભાઈ ઈન્સ્ટીટયુટને નામે હાલ સારી રીતે જાણીતુ થયું છે. તે મકાનના થોડાક ભાગ સોસાઇટીએ રાખી ખાકીને લાયબ્રેરીને સારૂ આપ્યા. ઈ. સ. ૧૮૫૬ માં સાસાઇષ્ટીએ લાયબ્રેરીની વ્યવસ્થા એક જૂદી કમિટીને સોંપી. સોસાઇટીની કન્યાશાળાને શેઠાણી હરકુંવરબાઈ તરફથી આશ્રય મળ્યા અને તેની વ્યવસ્થા પણ જૂદી કમિટીને સોંપવામાં આવી. છાપખાનાની અને વ માનપત્રની વ્યવસ્થા ખાનગી ગ્રસ્થને સોંપવામાં આવી. આ! પ્રમાણે કામને જૂદી જૂદી રીતે વહેંચી નાંખી સાસાઇટી ગુજરાતી ભાષામાં ઉપયાગી પુસ્તકા તૈયાર કરી છાપવાનું કામ લેઈ એડી. ઇ. સ. ૧૮૫૩ થી સેસાઇટી બુદ્ધિપ્રકાશ ’ નામનું માસિક પત્ર ચલાવે છે. 6 સાસાઇટીએ ઈનામ આપી જૂદા જૂદા વિષયા ઉપર કેટલાંક પુસ્તકો ગુજરાતીમાં લખાવી પ્રસિદ્ધ કર્યોં છે. પ્રથમથીજ, જ્ઞાન પ્રસાર કરી માત્ર અજ્ઞાન અને વહેમ દૂર કરવાને જ નહિ, પરંતુ સાંસારિક સુધારા દાખલ કરવાને પણ સાસાઇટીએ મહેનત લીધી છે. એ ઉદ્દેશ લક્ષમાં રાખી બાળવિવાહ નિબંધ, બાળલગ્નથી થતી હાનિ, પુનર્વવાહ પ્રબંધ, ભૂતનિબંધ, જ્ઞાતિનિબંધ, કન્યાઓની અછત, ભેાજન વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર અને વિધવાવપન અનાચાર વગેરે પુસ્તકા પ્રસિદ્ધ કર્યા છે. ઈ. સ. ૧૮૮૦ માં સાસાટીને ઈ. સ. ૧૮૬૦ના ૨૧ મા ઓકટ પ્રમાણે રજીસ્ટર કરી ત્યારે, દેશી ભાષાને ઉત્તેજન આપવું, ઉપયોગી જ્ઞાનને વિસ્તાર કરવા અને એક ંદરે કેળવણીને વધારેા કરવે.–એ તેના ઉદ્દેશ પ્રકટ કરવામાં આવ્યા. તે કારણસર કેળવણીને લગતાં કેટલાંક ટ્રસ્ટફડાની વ્યવસ્થા સાસાટીએ હાથ ધરી છે, અને તેમાંથી ઈનામી નિબંધ લખાવાય છે, તથા સ્કોલરશીપો અપાય છે. હાલમાં સેસાઇટીના હસ્તકમાં ૪૫ ટ્રસ્ટ ડા છે અને તેની રકમ એક દર રૂ. ૧૩૧૭૫૦ ની છે. સાસાટીની પેાતાની થાપણ આશરે રૂ. ૨૫૦૦ ઉપરાંતનો છે. આના વ્યાજમાંથી નાકરાનું ખર્ચ ચાલે છે, પુસ્તકો અને માસિક પત્ર છપાય છે, અને ગ્રંથકારાનાં પુસ્તકો વેચાતાં રાખી તેમને ઉત્તેજન આપવામાં આવે છે, તથા બીજું ચાલૂ ખર્ચ કરવામાં આવેછે. પચાસ અને તેથી વધારે રૂપીઆ આપનારને સેાસાઇટીના લાઈક્ મેમ્બર કરવામાં આવે છે. લાઈક મેમ્બરને બુદ્ધિપ્રકાશ તથા રૂ. ૧) ની
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy