SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ ચાલેલો પત્રવ્યવાર વાંચી બતાવવામાં આવ્યો. તે સંબંધી લાંબી ચર્ચા થતાં ર. સા. માધવલાલ હરિલાલે દરખાસ્ત કરી અને જોસેફ બેન્જામીને અનુમતિ આપી કે – આ જમીનની કીમત ઉપર મ્યુનિસિપાલીટીને હક છે, તે મ્યુનિસિપાલીટી છોડી દે તેવી રીતની તજવીજ મેનેજીંગ કમિટીએ કરવી.” વધુમાં એ કાર્ય પર એમનું દુરંદેશીભર્યું પગલું તે એ હતું કે સદરહુ મકાન માટે સોસાઇટીના સ્થાયી ફંડમાંથી ખર્ચ ન કરતાં, તે માટે જુદું ફંડ ઉભું કરવા નિશ્ચય કર્યો હતો. સામાન્ય સભાએ તે વિષે જે ઠરાવ કર્યો તેના શબ્દો નીચે મુજબ હતા – રા. સા. માધવલાલ હરિલાલે દરખાસ્ત કરી અને રા. રા. રમણભાઈ મહીપતરામે અનુમતિ આપી કે, સેસાઇટીનું નવું મકાન બંધાવવા માટે જે જગા માગી છે તે મળેથી સોસાઈટીનું નવું મકાન વ્યવસ્થાપક કમિટી મંજૂર કરે તે પ્લાન એસ્ટીમેટ પ્રમાણે બાંધવાનું કામ શરૂ કરવું. એક વિશાળ લેકચર હોલ નવા મકાનમાં થાય એવી તજવીજ બનતા સુધી કરવી. તે બાંધવામાં સસાઈટી પાસે જે ઇમારત કુંડ છે તે ખર્ચ કરવું. વધારે રકમ જોઈએ તો ઈમારત ફંડ વધારવા પ્રયત્ન કરે પણ સેસાઈટીનું સ્થાયી ભંડોળ તેમાં વાપરવું નહિ. નવી મદદ મેળવવામાં કોઈ ગૃહસ્થ અમુક ભાગને પોતાનું નામ આપવાની શરતથી કોઈ મોટી રકમ આપવા માગે અને વ્યવસ્થાપક કમિટીને યોગ્ય લાગે તો તેમ કરવાને વ્યવસ્થાપક કિમિટીને સત્તા આપવામાં આવે છે.” એ મકાન ફંડમાં રૂ. ર૭૭૬ ભરાઈ ગયાની હકીકત ઉપર આપી છે અને તે પછી વધુ પ્રયત્ન થતાં રૂ. ૧૨૦૧ મળી એ રકમ રૂ. ૩૯૭૭ ની થઈ હતી. સરકાર સાથે નવી જમીન મળવા સંબંધી પત્રવ્યવહાર ચા તેને નિર્ણય થતાં લગભગ ત્રણ વર્ષ વિતી ગયાં. છેવટે એવી સમજુતી થઈ કે સેસાઈરી તેની માલીકીને ઈન્સ્ટીટયુટના મકાનને ભાગ તે સંસ્થાને આપી દે અને સરકાર સોસાઇટીને ૫૩૩ સમચોરસ વાર જમીન તેના કબજા • ગુ. વ. સ. ના વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૯૩, પૃ. ૧૯-૨૦. * ગુ. વ. સે. નો વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૯૪, પૃ. ૨૨.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy