SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ ' “તે વખતે ગુજરાતી ભાષા માત્ર બજાર ભાષા હતી. તેમાં વાંચવા લાયક કંઈ પુસ્તકો ન હતાં, અને લેકે અજ્ઞાન તથા વહેમી હતા.”. (અલેકઝાંડર કિન્વેક ઑબેસ) અરાઢમા સૈકામાં દેશમાં પ્રવર્તતી અરાજકતાના કારણે પ્રજાનું માનસ સંકુચિત અને રૂઢિચુસ્ત બન્યું હતું. સાહિત્ય અને સંસ્કૃતિને પ્રવાહ મંદ, નિસ્તેજ, અને જડ થઈ ગયો હતો. જે કાંઈ પરાપૂર્વથી ચાલ્યું આવતું તેને વળગી રહેવામાં જ શાણપણુ મનાતું અને ચાલુ પ્રણાલિકા તેડનાર કોઈ વિરલ પુરષ જ મળી આવતો હતો. - તે સમયે અત્યારના જેવી વ્યવસ્થિત અને સાર્વત્રિક શિક્ષણ પદ્ધતિ નહોતી; અત્યારનાં જેવાં મબલક જ્ઞાનપ્રાપ્તિનાં સાધને નહેતાં; અને વળી - પરપ્રાન્ત સાથે વ્યવહાર અને આવજા ઓછી અને મર્યાદિત હતી. જનતામાં અજ્ઞાન અને વહેમ વિશેષ હતાં. જ્યારે માથાપર ભયે ઝઝુમતે હેય, ક્યારે ને કોણ લુંટાશે કે પકડાશે તેની ચિંતતા નહિ, જ્યાં જાનમાલનું રક્ષણ કે સલામતી નહિ; આવી પરિસ્થિતિમાં મનુષ્ય અસ્વસ્થ, ભયભીત અને સ્વાર્થી બને એ સહજ સમજી શકાય એવું છે. ઉદાર કેળવણીના સંસ્કારનો અભાવ, બહારની દુનિયાને સંસર્ગ ઝાઝો નહિ, ધાર્મિક ભાવના પણ સાંકડી, અંધશ્રદ્ધાળુતા અને પક્ષપાતભરી વલણ એટલે પ્રજા અજ્ઞાની અને વહેમી જ થઈ જાય એ સ્વાભાવિક છે. જેને જીવનવ્યવહાર કુપમંડુક જેવો, જેની દષ્ટિ પિતાનામાં જ કેન્દ્રિત થયેલી, સ્વાર્થ માટે ખેંચાખેંચી અને પ્રપંચજાળ સર્વત્ર વિસ્તરાયેલી હોય ત્યાં જીવન કલુષિત, નિરાશામય, વ્યગ્ર અને દુ:ખી થઈ પડે એ દેખીતું જ છે. આવે સમયે ભાષા અભ્યાસને, સાહિત્યવિકાસને, નવી શેને અને પ્રગતિને અવકાશ જ ક્યાં રહ્યો ? . તથાપિ મનુષ્યબુદ્ધિ મુશ્કેલીમાં જીવનવ્યવહાર ટકાવી રાખવાને માટે જીવનરસ ઉડી જાય નહિ એવા પ્રયત્ન જરૂર કરે; મનુષ્યપ્રાણું એકલા ખાધોરાકથી જીવી શકતું નથી; તેને આત્મિક પિષણની અગત્ય રહે છે. શરીરના પિષણની પેઠે મનને કેળવવું જોઈએ છે અને તેના આધ્યાત્મિક
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy