SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ " વળી જમીન મહેસુલની વસુલાત ઇજારે આપવામાં આવતી તેથી પ્રજાને પુષ્કળ રંજાડ થતી. ઇજારદારને ખાતરી નહિ કે તેના ઇજારા ખીજે વર્ષે ચાલુ રહેશે કે કેમ, એટલે તે પણ મનસ્વી રીતે રૈયત પાસેથી જેટલું પડાવાય તેટલું પડાવતા. જ્યાં કશુંએ સ્થિરસ્થાવર નહિ, દરરાજ ધીંગાણાં ચાલુ હોય, અને કોઇ પ્રકારની સલામતી નહિ, ત્યાં ઉપર વર્ણવ્યા મુજબની સ્થિતિ અનુભવાય તેમાં શું આશ્ચર્ય ! વાસ્તવિક રીતે ‘બળીઆના એ ભાગ’ વા ‘ મારે તેની તલવાર' એ ન્યાયનીતિ પ્રવત તી હોય ત્યાં પછી જાનમાલની સલામતી, રક્ષણ, વ્યવસ્થા અને ન્યાયનું પૂછ્યું જ શું ? કયી ઘડીએ ધાડ પડશે અને અગર વગર વાંકે ક્યારે હાથકડી પડશે વગેરે કાંઇ પણ ખાતરીથી કહી શકાતું નહિ; અને ચાડીઆએનું જોર એટલું બધું વધી પડયું હતું કે, તે ગમે તે નિમિત્તે ભલભલાને હાકેમના કાન ભંભેરી હેરાન કરતા હતા. ઉઘાડેછે।ક ન્યાય વેચાતા અને લાંચરૂસ્થત લેવાતી હતી. આથી રૈયતના મનમાં સદા વસવસો રહી તે કંગાલ અને દુઃખી સ્થિતિ અનુભવતી હતી. “ અમદાવાદના ઇતિહાસ ” એ નામનું પુસ્તક મગનલાલ વખતચંદે સન ૧૮૫૧ માં લખ્યું હતું તેમાંથી થોડાક ભાગ (પૃ. ૧૧૫–૧૧૯ ના ) અત્રે આપીએ છીએ, જે ઉપરના કથનનું સમર્થન કરી તે વિષે કેટલેક વધુ પ્રકાશ પાડે છે: 66 ગાયકવાડ પેશ્વાના સરસુબાની વખતમાં અમદાવાદમાં ગમે તેવા શાહુકાર હાએ પણ ધાયાંધાયા લુગડાં તથા માહાટા પહનાના જાડાં થેપાડાં તેહેનાથી પહેરાતાં નહી પણ ઢંચણ સમું પોતીયું તેહેના ઉપર ખાસ્તાના જામા ને માંથે છીંટની વગર તેારાની પાઘડી પેહેરાતી ને કદી કોઈ, એથી લગીર સારાં લુગડાં પહેરે તે। સરસુખાના રાખેલા ચાડીઆ ચાડી ખાએ એટલે તે માંણસને ખેલાવી તેહેને કહે કે “ તમારી પાસે પુંછ ઘણી છે · માટે પાંચ દશ હજાર સરકારને આપો.” કદી તે ના કહે તો તેહેની છાતીએ પથ્થર મુકીને લે, તેથી કોઈ ખુલ્લી રીતે ઉઘરાણી કરી શકતું નહિ. ચેારી પણ પ્રમાણમાં પુષ્કળ અને ધોળે દહાડે થતી કેમકે હાકેમને તેમાંથી ચેાથાઈ મળતી અને ન્યાય પણ એ રીતે ચાક વેચાતા. “ એક જણ જઈને કાઇને બેસારી આવે તેા ખીન્ને જણ જઇને તેહેને ઊઠાવી આવે ને કદી બીજો મેસારી આવે તેા એક ઊઠાડી આવે. આ ઊપર લગીર લાંબે વીચાર જે કરશે તેહેને માલુમ પડી આવશે કે સરસુખને ઘણાંકનાં મેહા રાખવાં પડતાં હતાં કેમકે જો હેવું ન કરે તેા ભક્ષ કાંણ આણી આપે? "" ‘“ હાલતાં દંડે, ચાલતાં દંડે, દડે સારા દીન; છાતી ઉપર પથ્થર મુકી, પૈસા લેતા છીન, ’
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy