SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વિકાસ માટે, તેના સુખ અને સંતોષ માટે ધાર્મિક બળ અને પ્રેરણા આવશ્યક છે તે, એ સમયે જનતા કેવી રીતે મેળવતી તે હવે આપણે જોઈએ. સામાન્ય રીતે વ્યવહારેપયોગી જ્ઞાન જેવું કેઆંક, લેખાં, નામું પત્રવ્યવહાર, ચીઠ્ઠીપત્રી, કરાર, દસ્તાવેજ વગેરે વૈશ્ય અને ઇતર જન પંડયા. પાસેથી મેળવતે અને બ્રાહ્મણ ક્ષત્રિયના બાળકો સંધ્યા, સારસ્વત, સ્તોત્ર અને થોડું ઘણું કર્મકાંડ તથા જ્યોતિષ જાણુ સંતોષ પામતા અને તેમને ડેક બહાને ઉત્સાહી અને આગ્રહી વર્ગ, ઉજ્યન, કાશી, મિથિલા વગેરે દૂરનાં વિદ્યાતીર્થોમાં જઈ તિષ, કાવ્ય, વેદાન્ત, ન્યાય વગેરે શાને. અભ્યાસ કરી અને પંડિત બની ઘેર પાછા ફરતો હતો. સન ૧૮૪૭ માં “સંસાર વહેવાર” નામની પડી અમદાવાદની પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળીએલમાં છપાવેલી છે તે જોવાથી તત્કાલીન સામાન્ય શિક્ષણનું ધોરણ કેવું હતું તે લક્ષમાં આવશે તેમ શિક્ષક, પંડયાના પગાર-નિર્વાહ માટે કેવી વ્યવસ્થા હતી, તેનું યથાર્થ વર્ણન સ્વર્ગસ્થ કવિ. ગણપતરામ રાજારામે એમના “ભરૂચ જીલ્લાને કેળવણ ખાતાને ઇતિહાસમાં કર્યું છે, તે અહિં ઉતાર્યાંથી બરાબર સમજવામાં આવશે– “હિસાબ સાધન આંક શીખવી, સરવાળાદિક ઝટ ગણતાં, નાનાવિધ લેખાં વ્યવહારિક, શીખવતા મુખથી ભણતાં; ગણીતમાં લીલાવતિ આદિક શીખવતા ગુરુ સભ્ય રહી, અક્ષરમાં વિવેકમાતૃકા, લીપિવિવેકારીક સહી. લેખપદ્ધતિ, પત્ર પ્રશસ્તિ, લેખ વિષયમાં શીખવતા, પ્રબંધ વિક્રમ, ભેજ આદિના, વાંચન વિષયે આવિ જતા; નીતીમાં ચાણક્ય, વિદુરનિતિ પાપાખ્યાનાદિ તથા સિદ્ધ વ્યાકરણે શીખવતા, કહ્યું મેં જાણ્યું જેમ યથા.” (પૃ. ૨૨ ) વળી–પંડયાના પિષણ માટે પાકાં સીધાં નિત આવી પડે દાણાની મૂઠી દરજે, શિષ્યો લાવિ નિશાળ અડે; છૂટીએ સેિને સીધું, વાંધા વગર હતું મળતું, મેટાને સુત નિશાળ આબે, ભાગ્ય ભલું ગુરુનું ભળતું. નિજ સુત નિશાળમાં બેસંતાં, નિશાળે ગરણું મન ગમતું * *
SR No.032695
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1932
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy