SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કcs જીતી લેવાનો પ્રયત્ન કરતું હતું. તે જમાનામાં સર્વ ખ્રિસ્તી રાજ્યને અધીશ્વર પિપ ગણાતો. તેને ઈટલીની ચિંતા પેઠી, એટલે તેણે ફાન્સની વિરુદ્ધ સ્પેનના રાજા જોડે સંધિ કરી. યુદ્ધમાં નામના કાઢવાના કડવાળા હેનરીએ તેમની જેડે મળી જઈ ફ્રાન્સ સામે લડાઈ જાહેર કરી. ઇ. સ. ૧૫૧૩માં સૈન્ય લઈ હેનરી ફ્રાન્સ ગયે, અને તેણે કેલે પાસે ફેન્ચને હરાવ્યા. છેસામાન્ય રીતે ફ્રાન્સ જોડે યુદ્ધ ચાલે ત્યારે સ્કોટલેન્ડ ઇંગ્લેન્ડ જોડે લડવા તૈયાર હોય, પણ આ વખતે તેથી ઉલટું બન્યું. સ્કોટલેન્ડને રાજા જેમ્સ અંગ્રેજ રાજકુંવરીને પરણ્યો હતો, છતાં ફ્રાન્સની જુની દસ્તીને વફાદાર રહી તેણે ૩૦,૦૦૦ માણસના લશ્કર સાથે લેન્ડ પર હલ્લે કર્યો. પરંતુ જેમ્સ પ્રવીણ સેનાપતિ ન હતો, તેથી ફલેડનના મેદાનમાં ટલેન્ડના લશ્કરે સખત હાર ખાધી. જેમ્સ અને તેના કેટલાક સરદાર આ યુદ્ધમાં મરાયા. ટલેન્ડમાં એકે કુટુંબ એવું નહોતું કે જેનું માણસ આ મેદાનમાં મરાયું ન હોય. અંગ્રેજો જીત્યા એટલે ઍટલેન્ડ તરફને ભય દૂર થશે. - વુલસીઃ ત્યાર પછી હેનરીએ મધ્યસ્થ રહીને કોઈ પણ પક્ષને બળવાન થવા ન દે એવી રાજનીતિ સ્વીકારી. આ રાજનીતિનું રહસ્ય સમજાવનાર વુલ્સી નામે પ્રવીણ રાજદ્વારી પુરુષ હતો. વુલ્સી સામાન્ય વર્ગના ધનિકને ત્યાં જન્મ્યો હતો. તેણે કસફર્ડમાં વિદ્યા સંપાદન કરી ‘બાલ-સ્નાતક’ (Boy Bachelor)નું ઉપનામ મેળવ્યું. પિતાની અસાધારણ શક્તિ અને કાર્યદક્ષતાથી તે ધીમે ધીમે રાજ્યમાં ચડતી પાયરી મેળવતો ગયે. ફાન્સ જોડેના યુદ્ધમાં દર્શાવેલી રાજનીતિથી રાજાની તેના પર અમીદષ્ટિ થઈ. તેના પર રાજાની કૃપાનો વરસાદ વરસવા લાગ્યો, અને પંદર વર્ષ સુધી (૧૫૧૪૧૫૨૯) તે રાજાને ખાનગી સલાહકાર, મુખ્ય પ્રધાન, અને જમણે હાથ બની રહ્યો. રાજાએ તેને યોકનો મુખ્ય ધર્માધ્યક્ષ બનાવ્યો. ઈ. સ. ૧૫૧૫માં ૧. આ લડાઈને ‘Battle of Spurs' કહે છે; કારણ કે ફ્રેન્ચ જોડેસવારે એટલા તે વિહુવલ થઈ ગયા, કે ઘડાને એડી મારી રણક્ષેત્રમાંથી નાસી ગયા. ૮. ૨. “The Flowers of the Forest are wede away”થી શરૂ થતું લેગીત આ ગમગીન પ્રસંગની સ્મૃતિ આપે છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy