SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ દર્શન કર્યું. દેશનાં કળાકૌશલ્યને ઉત્તેજન મળે તેવી સંધિ કરી તેણે દેશની સમૃદ્ધિ વધારી. તેણે દેશની ભાવી મહત્તા અને સમૃદ્ધિને માર્ગ ખુલ્લે કર્યો. હેનરી મોટે રાજા કહેવાય કે નહિ તે વિવાદગ્રસ્ત છે, પરંતુ તેના શાસન દરમિઆન જગતના ઇતિહાસમાં અસાધારણ બનાવ બન્યાં. પશ્ચિમ યુરેપમાંથી મુસલમાનોને અમલ ઉતરી ગયે, હોકાયંત્રની શોધથી દરિઆઈ સફરને વેગ મળે, અને જગતની ભૂગોળ સંબંધી લેકના ખ્યાલ બદલાતા ગયા. કોલંબસે અમેરિકાની શોધ કરી, એટલે ભૂમધ્ય સમુદ્રના કિનારા ઉપર વેપાર આટલાંટિક મહાસાગર સુધી આગળ વ. પરદેશની ચમત્કારિક વાતે સાંભળી યુરોપી લેકનાં મન ચંચળ અને સાહસિક બન્યાં, અને લેકમાં જ્ઞાન મેળવવાની જિજ્ઞાસા થવા લાગી. છાપવાની કળાની શોધ થવાથી સમગ્ર યુરોપમાં નવી વિદ્યાને પ્રસાર વાયુવેગે થવા લાગ્યો. પ્રજાઓમાં જગત, ધર્મ, જ્ઞાન, અધિકાર ઈત્યાદિ માટે નવા વિચાર ઉછળી રહ્યા, અને પ્રેમશૌર્યભક્તિની ભાવના આછી થવા લાગી. સારાંશ કે મધ્ય યુગનાં અંધારાં ઓસરી જઈ નવયુગની ઉષા પ્રગટી. આમાં ઇંગ્લેન્ડને હિસ્સો છેડે હતો, છતાં સરવાળે વધારે લાભ તેને મળે. - પ્રકરણ રજૂ હેનરી ૮મે ઈ. સ. ૧૫૦૦-૧૫૪૭ હેનરી ઉમાને તરુણ પુત્ર હેનરી ૮મે ગાદીએ આવ્યો, ત્યારે બહુ લોકપ્રિય હતો. તેણે એમ્પસન અને ડડલીને વધ કરાવી લેકપ્રિયતા મેળવી, પણ તેમણે અન્યાયથી મેળવેલાં નાણાં તેણે પાછાં આપ્યાં નહિ. શરૂઆતમાં તેણે બાપ તરફથી મળેલે અઢળક પૈસે રંગરાગ, જલસા, અને મિજબાનીમાં ઉડાવવા માંડયો, પણ થોડા વખતમાં મોજમઝા છોડીને તે રાજકારણમાં પડે. ( કાન્સ અને સ્પેન: તે વખતે સ્પેનનું રાજ્ય સૌથી બળવાન હતું. તેને રાજા નેધર્મેન્ડઝ ઉપર રાજ્ય કરતા હતા, અને સ્પેનિઆર્યોએ અમેરિકામાંથી -નાણું લાવી દેશને સમૃદ્ધ કર્યો હતો. ફ્રાન્સ તે સમયે ઈટલીને કેટલાક પ્રદેશ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy