SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પપે તેને કાર્ડિનલ બનાવી અપ્રતિમ માન આપ્યું. દેશમાં વુલ્સને અધિકાર વધી ગયે. સજ્યખાતું અને ધર્મખાતું. બંનેમાં શ્રેષ્ઠ અધિકાર વુલ્સી પાસે આવ્યો. વુલ્સીને પગાર ઉપરાંત ફ્રાન્સ અને સ્પેન તરફથી વર્ષાસન મળતાં. તેને ઠાઠ રાજવી હતે. વુલ્સીના જીવનમાં બે મહત્ત્વાકાંક્ષા હતીપોતાના રાજાને યુરોપમાં સર્વોપરિ કર, અને પિતાને પિપ થવું. એક તરફ વુલ્સીને ઉદય થતો હતો, અને બીજી તરફ યુરોપમાં અગત્યના રાજદ્વારી બનાવ બનતા હતા. સ્પેન અને ફ્રાન્સના રાજાઓ મરણ પામ્યા, અને નવા રાજાઓ વચ્ચે તકરાર થવાની તૈયારી હતી. વુલ્સીએ ધાર્યું કે ઇંગ્લેન્ડ કેઈ યુદ્ધમાં ઉતરે, તેના કરતાં તટસ્થ રહીને અથવા નબળી બાજુના પક્ષ લઈને બીજા રાજ્યોને બળવાન થવા ન દે, તેમાં તેનું શ્રેય છે. આજ પર્યત ચાલતી આવેલી ઇંગ્લેન્ડની આ રાજનીતિનું પ્રથમ દર્શન કરનાર વુલ્સી હતું. તેણે જેને વધારે ગરજ હોય તેને મોંધાસોંઘા થઈને મદદ આપવાનો નિશ્ચય કર્યો. બંને દેશને વુલ્સીની ગરજ હતી અને ઈંગ્લેન્ડની સહાયની જરૂર હતી, એટલે બંને રાજાઓએ તેને પિપ થવામાં મદદ કરવાનાં વચન આપ્યાં; જો કે એ વચન તેમણે કદી પાળ્યાં નહિ; તેઓ સ્વાર્થ સાધવાને માટે વુલ્સીને સાધન રૂપે ગણતા હતા. ઈ. સ. ૧૫રમાં વુલ્સીના પ્રયત્નથી ફાન્સ અને ઈંગ્લેન્ડના રાજાઓ કેલે પાસે મળ્યા. અહીં બંને પક્ષે પિતાને અતુલ વૈભવ દેખાડવાની સ્પર્ધા કરી. ત્યાંના ભપકાથી એ સ્થળનું નામ બધી ફિલ્ડ ઓફ કર્લોથ ઓફ ગોલ્ડ–The Field of Cloth of Gold-પાડવામાં આવ્યું. બે વર્ષ પછી સ્પેનના રાજા જોડે સંધિ કરી હેનરીએ ફાન્સ ઉપર ચડાઈ કરી, તેમાં તે ફાવ્યું નહિ. થેડાં વર્ષ પછી તેણે જોયું કે સ્પેન વધારે બળવાન થતું જાય છે, એટલે તેણે ફ્રાન્સ જોડે સંધિ કરી. આથી યુરોપમાં સત્તાનું સમતોલપણું રહ્યું; પરંતુ ર્કોટલેન્ડ તરફથી સરહદ ઉપરના હુમલા બંધ થયા, અને વુલ્સીનું ધાર્યું થયું. આમ ઈગ્લેન્ડની ગણના મેટાં રાજ્યોમાં થવા લાગી, અને દરેકને તેની સહાયની ગરજ પડવા લાગી. : ૧. પિપ કરતાં બીજા દરજજાને ધર્માધિકારી કાર્ડિનલ' કહેવાય છે. એ કારમજી રંગને ઝબ્બે અને ટોપી પહેરે છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy