SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જાગૃત થાય એવો ભય હતો. સ્પેનના રાજાને ફાન્સ બળવાન થાય એ ગમતું ન હતું, એટલે તેણે હેનરીને પક્ષ લીધો. પરંતુ ફ્રાન્સના રાજાને યુદ્ધમાં ઉતરવાની ખાસ ઈચ્છા ન હતી, એટલે અંગ્રેજ લશ્કર આવતાની સાથે તેણે મોટી રકમ આપી સંધિ કરી. દ્રવ્યલેબી હેનરીને ભાવતું મળી ગયું. . હેનરીની દીર્ધદષ્ટિ તેણે બાંધેલા લગ્નસંબંધથી જણાય છે. તેણે કસ્ટાઈલ જોડે એરેગનના ફડનાન્ડનું, અને ઈસાબેલાની પુત્રી કેથેસાઈન જોડે પિતાના પુત્ર આર્થરનું લગ્ન કરી સ્પેનની મૈત્રી સાધી, અને ફ્રાન્સની પ્રબળ સત્તાથી ઇંગ્લેન્ડનું રક્ષણ કર્યું. જે કે લગ્ન પછી થોડા સમયમાં આર્થર મરણ પા, પરંતુ ઇંગ્લેન્ડ અને સ્પેન આ સંબંધ જાળવી રાખવા આતુર હતાં, એટલે પિપની ખાસ રજા મેળવી કેથેરાઈનનું લગ્ન હેનરીના બીજા પુત્ર જોડે કરવામાં આવ્યું. તેણે ફ્રાન્સને બીજી રીતે પણ નિર્બળ કર્યું. તેણે પિતાની પુત્રી માર્ગરેટને ઑટલેન્ડના રાજા જેમ્સ ૪થા જોડે પરણાવી ઇંગ્લેન્ડની જાર સરહદને નિર્ભય કરી, અને ફ્રાન્સના એક મિત્રને મેળવી લીધો. ઇંગ્લેન્ડના વેપારના રક્ષણ અર્થે પણ હેનરીએ યુરેપી રાજે છેડે સંધિ કરી. આયર્લેન્ડ કે વશ તરફ પક્ષપાત ધરાવતું હોવાથી આરંભમાં ત્યાં બંડબખેડા થવા લાગ્યા. હેનરી ઇંગ્લેન્ડની વ્યવસ્થામાં ગુંથાએલું હતું, પરંતુ તેના પ્રતિનિધિ સર એડવર્ડ પાયનિંગ આયર્લેન્ડમાં શાન્તિ સ્થાપી. તેણે ઇંગ્લેન્ડના ધારા આયર્લેન્ડને લાગુ પાડયા, અને ઈંગ્લેન્ડના રાજાની મંજુરી વિના આયરિશ પાર્લમેન્ટ મેળવવી નહિ, કે કોઈ પણ કાયદો પસાર કરવો નહિ એ ધારે દાખલ કર્યો. મરણ અને સ્વભાવ: ઈ. સ. ૧૫૦૯હ્માં આ પ્રવીણ, રાજનીતિજ્ઞ અને દીર્ધદર્શી રાજા મરણ પામ્યો. તે પાતળા, એકવડા બાંધાને, અને બુદ્ધિશાળી હતા; તેની આંખ અને મુખમુદ્રા તેજવી હતાં. તે દઢ મનને અને ચતુર હતો, છતાં ક્રૂરતા, ધનલભ અને શંકાશીલ સ્વભાવને લીધે લોકપ્રિય થઈ શક્યો નહિ. તેણે સત્વહીન થઈ ગએલી રાજસત્તાને પ્રતાપી બનાવી દેશમાં સુવ્યવસ્થા સ્થાપી, અને યુરોપમાં ઈડલેન્ડની પણ મહારાજ્યમાં ગણતરી કરાવવી. તે સાથે નૌકાસૈન્યને પાયો નખી દરની ભાવી મહત્તાનું
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy