SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ હર વડા પ્રધાન પ્રધાનમંડળમાં તેનું સ્થાન : હોદ્દાની રૂએ વડા પ્રધાન બ્રિટિશ રાજ્યબંધારણમાં અનેરૂં સ્થાન ભાગવે છે. તે પેાતાના સાથીએની પસંદગી કરતા હેાવાથી પ્રધાનમંડળમાં તે નેતા ગણાય છે. તેની સાથે મતભેદ ધરાવનાર સભ્યને રાજીનામું આપવું પડે છે. દેશપરદેશની નીતિ તેની સલાહ મુજબ ઘડાય છે. વળી તેને રાજાને મળવાની સત્તા હેાવાથી પ્રધાનમંડળની ચર્ચા અને ધારણ કરેલી નીતિ સંબંધી બધી હકીકતથી તે રાજાને વાકેફ રાખે છે, તેમજ રાજાનેા મત પણ પ્રધાનમંડળ સમક્ષ તેજ રજુ કરે છે. આથીજ તેને રાજા અને પ્રધાનમંડળ વચ્ચે સંચેાગી કડી સમાન ગણવામાં આવે છે. સામ્રાજ્યના મેાટા મેટા અમલદારાની નીમણુક પણ રાજા તેની સલાહથીજ કરે છે. સમગ્ર દેશના રાજ્યવહીવટ માટે તે જવાબદાર ગણાતા હાવાથી પ્રધાને અગત્યની નીતિ તેની જાણ બહાર રજી કરી શકતા નથી, અને તેને અભિપ્રાય જાણ્યા વિના પ્રધાને છેવટના નિર્ણય કરી શકતા નથી. *તે કેબિનેટ રૂપી કમાનનેા મધ્યવર્તી ભાગ ગણાય છે. ઈંગ્લેન્ડના રાજ્યબંધારણમાં વડા પ્રધાનને હદ્દો ન હેાવાથી તે “ ફર્સ્ટ લાર્ડ આવ્ ધી ટ્રેઝરી ” ના હોદ્દો ધારણે કરે છે. તેને વાર્ષિક ૫,૦૦૦ પૌન્ડના પગાર મળે છે. વડા પ્રધાન જ્યાં સુધી આમની સભાને અને પ્રજાને સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હાય, ત્યાં સુધી બ્રિટિશ રાજ્યતંત્રમાં તેનું સ્થાન અદ્વિતીય છે. << વડા પ્રધાન અને આમની સભાઃ વડા પ્રધાન આમની સભામાં બહુમતી ધરાવતા પક્ષના આગેવાન હેાય છે. જ્યાં સુધી તે આમની સભાને વિશ્વાસ જાળવી રાખે, ત્યાં સુધી તે અધિકાર ઉપર રહે છે. વડે પ્રધાન રાજ્યતંત્રની બધી માહિતી આમની સભાને આપે છે; અને કારાબારી મંડળના અભિપ્રાયા જણાવે છે. વિરુદ્ધ પક્ષની ટીકાઓના જવાબ આપી તે પોતાની નીતિને બચાવ કરે છે. આમની સભા કાઈ પણ સભ્ય ઉપર અવિશ્વાસને ઠરાવ લાવે, તે સંયુક્ત પ્રધાનમંડળ રાજીનામું આપે છે. આમ વડા પ્રધાન આમસભા, પ્રધાનમંડળ અને રાજા–એ ત્રણેને જોડનાર સુવર્ણકડી ( Golden link ) સમાન છે. * “Keystone of the Cabinet Arch.' (Marriot).
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy