SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩જું પાર્લમેન્ટ રાજાને રાજ્યવહીવટમાં મદદ કરવાને જે પ્રજાકીય તો છે, તેના ત્રણ વિભાગોને “Three Estates of the Realm” કહેવામાં આવે છે. આ ત્રણ પ્રજાકીય તર આ પ્રમાણે છે; (૧) ધર્માધિકારીઓઃ (Lords Spiritual) (૨) અમીરે : (Lords Temporal) (૩) લેકપ્રતિનિધિઓ. પાર્લમેન્ટની સંસ્થા રાજ્યબંધારણમાં ઘણી જ અગત્યની છે. રાજા અને પાર્લમેન્ટનાં બંને ગૃહ મળી ગમે તે કાયદે પસાર કરી શકે છે, અથવા રદ કરી શકે છે. પાર્લમેન્ટની સંમતિ સિવાય રાજા કંઈ કરી શકતો નથી. પાર્લમેન્ટ આમની સભા અમીરની સભા (પ્રજાના પ્રતિનિધિઓ ૬૫સ) (કાયમના સભ્ય સંખ્યા મુકરર નથી) આમની સભા: ચૌદમા સૈકાના મધ્યમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવનાર આ મહાન મંડળને ઈતિહાસ, તે ઈંગ્લેન્ડના પ્રજાજીવનના વિકાસનો ઇતિહાસ છે. જેમ જેમ પ્રજાની સ્વરાજ્ય ભેગવવાની શક્તિ ઘડાતી ગઈ, અને દેશના તંત્રમાં પિતાનો અવાજ રજુ કરવાની આકાંક્ષા તીવ્ર બનતી ગઈ, તેમ તેમ આ મંડળનો વિકાસ થયો, અને તેમાં લોકપ્રતિનિધિત્વ વધતું ગયું. આરંભમાં તે આ સભામાં ગરાસીઆઓ અને શ્રીમંત શહેરીઓ બેસતા; પણ તેમને રાજકારણમાં ખાસ રસ નહિ હોવાથી રાજાને જોઈતાં નાણુની મંજુરી આપવા સિવાય તેઓ બીજું કાર્ય થોડું જ કરતા. ટયુડર રાજાઓના અમલ દરમિઆન મધ્યમ વર્ગની ઉન્નતિ થઈ; અને રાજકારણમાં તેઓ આગળ આવ્યા. વળી ગુલાબના વિગ્રહોમાં અનેક અમીરને નાશ - થવાથી, પિતાની આપખુદ સત્તા ટકાવી રાખવા ટયુડર રાજાઓએ નવા
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy