SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૯ (૪) રાજા અને પરદેશને સંબંધઃ પરદેશ સાથે સંધિ–વિગ્રહ કરવાને હક પણ રાજાને છે. રાજાને આ હક પણ બીજા હકની માફક મર્યાદિત છે; કારણ કે તેને માટે પ્રધાને આમની સભાને તથા પ્રજાને જવાબદાર હેવાથી જવાબદાર પ્રધાનની સંમતિ વગર રાજા એ બાબતમાં પિતાની મરજી અનુસાર વતી શકતો નથી. રાજા અને તેના પ્રધાનમંડળે કરેલી સંધિ અને કરારે પાર્લમેન્ટની મંજુરી વિના પણ કાયદેસર ગણાય છે. પ્રધાનમંડળની પરદેશનીતિ આમની સભાને પસંદ ન પડે, તે તેની સામે ઠપકાની દરખાસ્ત લાવી શકે છે; પણ પ્રધાનમંડળે કરેલા કેલકરારે ફેરવી શકાતા નથી. | () રાજાના બીજા ખાસ હકે ઉપર જણાવેલા રાજાના ખાસ હકે ઉપરાંત નાણાં પાડવાને, મહત્ત્વની કંપનિઓને સનદ અગર પટ્ટો આપવાને, અને નૌકાસૈન્ય, સ્થળસૈન્ય અને હવાઈસૈન્યના અધિકારીઓની નિમણુક કરવાને હક રાજાને છે. તે ધારે તે લશ્કરને ગમે ત્યારે વિખેરી અમલદારને રજા આપી શકે છે. રાજાની આ સત્તા પણ મર્યાદિત છે; કેમકે રાજા જે આ હકનો ઉપયોગ કરે, તે રાજ્યતંત્ર અટકી પડે; પણ આ હકનો તે કદી ઉપયોગ કરતા નથી. રાજાને પ્રધાનમંડળને ચેતવણી આપવાને, ઉત્તેજન આપવાને અને સલાહ આપવાનો ખાસ હક છે; છતાં તેનો માટે આધાર રાજાના વ્યક્તિત્વ પર રહે છે. મહારાણી વિકટેરિઆએ તાજના આ હકનો બહુ છૂટથી ઉપયોગ કર્યો હતો. તેણે આ હકની અવગણના કરવા માટે પામર્સ્ટનને રાજીનામું આપવાની ફરજ પાડી હતી; અને ઈ. સ. ૧૮૫૮માં લોર્ડ ડબને પોતાના ખાસ હકનું સંસ્મરણ કરાવ્યું હતું. આમ સિદ્ધાંતની દૃષ્ટિએ જોઈએ. તે બ્રિટિશ રાજ્યબંધારણમાં રાજાને અપૂર્વ હક છે; પરંતુ આ હકે અમલમાં મૂકી શકાતા નથી. આથી જ એમ કહેવાય છે કે બ્રિટિશ રાજ્યબંધારણમાં રાજાનું સ્થાન રાજા તરીકેનું છે, પણ શાસનકર્તા તરીકેનું નથી. (The King reigns, but does not rule.)
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy