SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ક અમીરો ન બનાવવાથી, અને મઠના નાશથી અનેક ધર્માધ્યક્ષે ભ્રષ્ટ થવાથી અમીની સભા દબાતી ગઈ. હેત્રી માના સમયમાં અમીરની સભામાં માત્ર ૭૨ સભ્યો રહ્યા હતા. આ સંધિસમય દરમિઆન આમની સભાનાં સંખ્યા, જેર અને વગ વધતાં જતાં હતાં. નવી વિદ્યાના પ્રચારથી દેશના અનેક નવજુવાને ઉચ્ચ વિદ્યા મેળવતા, વિદેશમાં પ્રવાસ કરી આવતા, અને સેવા કરવાની ઉચ્ચ ભાવનાથી પાર્લમેન્ટમાં બેસતા. આવા સંસ્કારી, દેશપ્રેમી અને બુદ્ધિમાન સભ્યોની સંખ્યા વધી, એટલે આમની સભાની પ્રતિષ્ઠા પણ વધી. આવાજ સભ્યોએ ટુઅર્ટ રાજાઓના ઈશ્વરી હકને સામને કર્યો. છેવટે રાજ્યક્રાતિ પછી આમની સભાની સર્વોપરિ સત્તા સ્થાપિત થઈ, અને રાજસત્તા મર્યાદિત બની; પણ ધીમે ધીમે લાંચરૂશ્વત અને અનીતિએ પગપેસારો કર્યો. પરિણામે આમની સભા હિગ આગેવાનોના એક દુર્ગ સમી બની. જો કે સભ્યો પિતાના મતાધિકાર વેચવા લાગ્યા; અને જમીનદારે પિતાની લાગવગ અને લક્ષ્મી વાપરી પિતાના માણસોને આમની. સભામાં મેકલવાની બાજીઓ ખેલવા લાગ્યા. દરમિઆન દેશમાં થએલા ઔદ્યોગિક પરિવર્તનને લીધે લીડઝ, મેન્ચેસ્ટર અને બર્મિંગહામ જેવાં મોટાં અને સમૃદ્ધ શહેર ઉભાં થયાં. પરંતુ ચૂંટણીની જુની પ્રથાને લઈને તેમને પિતાના પ્રતિનિધિઓ મેકલવાને હક ન હતો, એટલે ત્યાંના લોકેએ ચળવળ ચલાવી. પરિણામે ઈ. સ. ૧૮૩૨માં જુની પ્રથામાં સુધારો થયો, અને એવાં મોટાં શહેરેને પ્રતિનિધિઓ મેકલવાને હક મળે. આમ પ્રજાનો મતાધિકાર વિસ્તૃત થયે. ત્યાર પછી તે ઈ. સ. ૧૮૬૭, ૧૮૮૪, ૧૯૧૮. અને ૧૯૨૮ના પાલમેન્ટના કાયદાએથી ક્રમશઃ પુખ્ત ઉંમરનાં દરેક સ્ત્રીપુરુષને મતાધિકાર આપવામાં આવ્યો છે. આમની સભાનું બંધારણઃ હાલ આ સભામાં બેસતા કુલ ૬૧૫ સભ્યોમાંથી ૪૯૨ ઈગ્લેન્ડના, ૩૬ વેલ્સના, સ્કેટલેન્ડના, અને ૧૩ ઉત્તર આયર્લેન્ડના છે. આ સભ્ય પાંચ વર્ષ માટે ચૂંટવામાં આવે છે. નાનાં મોટાં શહેરે, પરગણાં, કચ્છ અને વિશ્વવિદ્યાલયને આવા પ્રતિનિધિઓ મોકલવાનો હક હોય છે. સ્ત્રીઓને પણ મતાધિકારની તેમજ પાર્લમેન્ટના
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy