SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૩ આદર્શ પાર્લમેન્ટ’-Model Parliament ને નામે ઇતિહાસમાં પ્રસિદ્ -છે; કારણ કે તેમાં મોટાં શહેરામાંથી, કસ્બામાંથી અને પરગણાંમાંથી લેખીત આમંત્રણા ( writs) આપીને પ્રતિનિધિએ એલાવવામાં આવ્યા હતા. એમાં ધર્મખાતું, અમી। અને સામાન્ય પ્રજા–વર્ગ એમ સ્વરાજ્યનાં ત્રણે અંગેાનું યેાગ્ય પ્રતિનિધિત્વ પહેલીજ વાર જળવાયું હતું, અને તેમણે વેરા, ન્યાય અને નાણાં સંબંધી ચાક્કસ હકા મેળવ્યા હતા. ઇ. સ. ૧૩૪૦ની પાર્લમેન્ટ: એડવર્ડ ત્રીજાએ નાણાંની જરૂર પડતાં પાર્લમેન્ટ મેલાવી. આ પાર્લમેન્ટે રાજાને ‘ટનેજ’ અને ‘પાઉન્ડેજ’ ઉધરાવવાના હક આપ્યા, પણ તેના બદલામાં પ્રધાને નીમવાના, અવિશ્વાસુ પ્રધાનેા ઉપર કામ ચલાવવાને ( Impeachment) અને રાજાના ખર્ચને હિસાબ તપાસવાનેા હક મેળવ્યેા. ઇ. સ. ૧૩૩૨થી અમીરા અને આમવર્ગના લાકોએ જુદા જુદા ઓરડાઓમાં એસવાનું શરૂ કર્યું. આ સમયથી પાર્લમેન્ટના આમની સભા' અને અમીરોની સભા' એવા બે જુદા ભાગ પડયા. શરૂઆતમાં અમીરાની સભાની સત્તા વિશાળ હતી; આમની સભા તે નામનીજ હતી. ચૌદમા અને પંદરમા સૈકામાં કર નાખવાની અને કાયદા ઘડવાની બાબતમાં આમની સભાએ પેાતાના હાથ ઉપર રાખ્યા. એજ પ્રમાણે રાજ્યકારભાર પર ટીકા કરવાના અને રાજાને ખેાટી સલાહ આપવા માટે પ્રધાનને · જવાબદાર ગણી તેમના ઉપર કામ ચલાવવાના રિવાજ પણ દાખલ થયા. ટયુડર રાજાઓ અને પાર્લમેન્ટના અરસ્પરસ સંબંધ : ‘ ગુલાબના વિગ્રહ' પછી હેત્રી સાતમાએ તે વખતની અનુકૂળ પરિસ્થિતિને પૂરતા લાભ લઈ ઉમરાવાની સત્તા તેાડી નાખી, અને લેાકસત્તાને દાખી દઈ રાજસત્તા આપખુદ બનાવી. ટયુડર અમલ દરમિઆન જો કે સર્વ સત્તાનું કેન્દ્ર રાજા હતા, તેપણ ટયુડર રાજ્યકર્તાઓએ પાર્લમેન્ટનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું, અને પાર્લમેન્ટને મધ્યસ્થ રાખીને રાજ્યસત્તા ચલાવી હતી. કર, વેરે, અને કાયદા ઘડવાની બાબતમાં પાર્લમેન્ટને અધિકાર તેમણે માન્ય રાખ્યા હતા. સ્ટુઅર્ટ અમલ દરમિઆન રાજસત્તા કેવી રીતે નિયંતિ અનતી ગઈ! સ્ટુઅર્ટ વંશ એટલે રાજા અને પ્રજા વચ્ચે સર્વોપરિપણા માટે ઉભી થએલી તકરારના યુગ. આ વંશના રાજ્યકર્તાએ ‘ ઇશ્વરી હુક’ના
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy