SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧લું પાર્લમેન્ટને વિકાસ પાર્લમેન્ટને ટુંકે ઇતિહાસઃ પ્રાચીન સમયમાં લેકે રાજાને પસંદ કરતા, અને રાજા લેકની મરજી અનુસાર તેમનામાંથી ચૂંટેલા ડાહ્યા માણસોની સલાહથી રાજ્ય ચલાવતો. આ ડાહ્યા પુરુષોની સભા “વિટન એ-ગેમટ’ના નામથી પ્રસિદ્ધ છે. આ સભા રાજાને કાયદા ઘડવામાં, કર, નાખવામાં, અને સંધિ-વિગ્રહ કરવામાં સલાહ આપતી. આ સભામાં રાજાના ચૂંટેલા જાગીરદાર, રાજકુટુંબીઓ અને બીજા અમીર-ઉમરાવ તથા ધર્માધ્યક્ષ બેસતા. આમ “વિટનમાં અમીરની ભાવી સભાનું મૂળ રહેલું જણાય છે. નોર્મન રાજાઓનાં સમયમાં સ્થિતિ બદલાઈ ગઈ. વિલિયમે “સરંજામ પદ્ધતિ દાખલ કરીને અમીરનો બળવાન પક્ષ ઉભો કર્યો, અને રાજસત્તા ઘણી વધારી દીધી. નર્મન રાજાઓના સમયમાં જુનું સુજ્ઞ મંડળ” (વિટન) કેઈક વખતે મળતું; પણ તે અસ્તિત્વમાં હતું એમ કહી શકાય. પ્લેન્ટેજીનેટ રાજાઓએ અમીર-ઉમરા, ધર્માધ્યક્ષ અને જમીનદારની મદદથી રાજ્યતંત્ર ચલાવવાની પદ્ધતિ દાખલ કરી. હેત્રી બીજાએ તો પ્રધાનમંડળની પણ સ્થાપના કરી. સ્વૈનના સમયમાં આ સભાનું મહત્વ એકદમ વધી ગયું. જો કે રાજાએ આપખુદી ચલાવી, પણ અમીરેએ એકત્ર થઈ રાજા પાસે પોતાના હકે પર સહી લેવડાવી. આ દસ્તાવેજને “મેગ્ના:ચાર્ટીના નામથી ઓળખવામાં આવે છે. આ મહાન પટ્ટાથી લોકોએ ન્યાય, કાયદા અને નાણાં સંબંધી બાબતમાં પિતાને અધિકાર સ્થાપન કર્યો, ઈ. સ. ૧૨૧૫. હેત્રી ત્રીજાના સમયમાં રાજા અને અમીરે વચ્ચે તકરાર થતાં સાઈમને અમીરની આગેવાની લીધી, અને રાજાને હરાવી રાજસત્તા પિતાના હાથમાં લીધી. સાઈમને તમામ પરગણુમાંથી અને કસ્બાઓમાંથી પ્રજાના પ્રતિનિધિઓ બોલાવી ઈ. સ. ૧૨૬૫માં એક સભા મેળવી. આ સભા “પાલમેન્ટને નામે ઓળખાવા લાગી. આ પ્રમાણે આમની સભાની પ્રથમ ઉત્પત્તિ ઈ. સ. ૧૨૬૫માં થઈ. એડવર્ડ પહેલાએ સાઈમનની નીતિનું અનુકરણ કરી ઈ. સ. ૧૨૯૫માં પૂર્ણ પ્રતિનિધિત્વવાળી પાર્લમેન્ટ બેલાવી. તે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy