SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ સિદ્ધાંતને અનુસરી ટયુડર રાજાઓને પગલે ચાલવા ગયા; પણ હવે એ જમાને બદલાઈ ગયું હતું. આથી કર ઉઘરાવવાની બાબતમાં રાજા અને પ્રજા વચ્ચે વાંધો પડે. જેમ્સ પહેલાના અમલ દરમિઆન “બેટસ” નામના વેપારીએ આયાત માલ પરની વધારાની જકાત આપવાની ના પાડતાં રાજાએ તેના પર કામ ચલાવ્યું, અને ન્યાયાધીશોએ તેને દોષિત ઠરાવ્યું. એવી જ રીતે ચાર્લ્સ પહેલાના સમયમાં “શિપમની” વેરો ન ભરવા માટે હેન્ડનને સજા થઈ. આમ રાજા–પ્રજા વચ્ચેની મર્યાદા નક્કી થએલી ન હેવાથી તેમ કરવા ઈ. સ. ૧૬૨૮માં “પિટિશન ઑવ્ રાઈટ્સ અને . સ. ૧૬૮૯માં “બિલ ઍન્ રાઈસ” નામના કાયદા ઘડવામાં આવ્યા; જેને લીધે દરેક બાબતમાં પાર્લમેન્ટને અધિકાર સર્વોપરિ છે, અને રાજા પાર્લમેન્ટની સંમતિ વિના કંઈ કરી શકે નહિ એમ નક્કી થયું. વિલિયમ ત્રીજાના વખતમાં “કેબિનેટ પદ્ધતિ” અને “પક્ષપદ્ધતિ’નાં મંડાણ મંડાયાં. ઈ. સ. ૧૭૦૧માં પસાર થએલા “ઍકટ ઍ સેટલમેન્ટ થી રાજા પ્રોટેસ્ટન્ટ હવે જોઈએ એમ ઠર્યું. રાજાથી ન્યાયાધીશને સ્વચ્છેદે રજા આપી શકાય નહિ, અને પાર્લમેન્ટની સંમતિ વિના પરદેશી ઝગડાઓમાં પડાય નહિ, એવું ઠર્યું. હેનવર વંશ : હેનેવર વંશના અમલમાં પાર્લમેન્ટનું પ્રાબલ્ય વધતું જ ગયું. હવે “પ્રાઈમ મિનિસ્ટર’ની નવી પદવી નીકળી. આમની સભાની બહુમતીથી જ રાજ્ય ચાલવું જોઈએ, મંત્રીમંડળમાં બધા એક મતના હવા. જોઈએ, અને મંત્રીની સૂચના અનુસાર સર્વ પ્રધાનોએ વર્તવું જોઈએ—આ અને બીજી અનેક માન્યતાઓ વલ્પોલના વખતથી જ શરૂ થઈ. ર્જ્યોર્જ ત્રીજાએ રાજસત્તા સર્વોપરિ બનાવવા ખૂબ પ્રયાસો ક્ય; પણ તેમાં તે ફાવ્યો. નહિ. ઈ. સ. ૧૮૩૨, ૧૮૬૭, ૧૮૮૪, ૧૯૧૧, ૧૯૧૮ અને ૧૯૨૮ના. સુધારાના કાયદાઓથી પાર્લમેન્ટ ઉત્તરોત્તર વિશાળ પ્રતિનિધિત્વવાળી થઈ અને લેકસત્તાનું બળ વધવા લાગ્યું. એક સમય એવો પણ આવ્યું કે રાજ્યતંત્રને કળશરૂ૫ રાજા માત્ર શોભાને હોવાથી તેની જરૂર નથી એવો મત પ્રવર્તે. પરંતુ આજે એમ મનાવા લાગ્યું છે કે રાજા જગતભરમાં પ્રસરેલા વિશાળ સામ્રાજ્યના ભાગેને એકત્ર કરી રાખનાર એકેડારૂપ છે, અને રાજ્યતંત્ર સ્થિર અને મજબુત રાખવા માટે વંશપરંપરાના રાજપદ જેવી બીજી એકે સંસ્થા નથી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy