SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૩ ' હતા. તેણે ખર્ચમાં કાપકૂપ કરી, આયાત–નિકાસ પરની ઘણી જકાતા કાઢી નાખી, અને નિરંકુશ વ્યાપારની પદ્ધતિ દાખલ કરી. “ શાંતિ, કરકસર અને સુધારા ” એ તેનું મુખ્ય સૂત્ર હતું. તેણે ફ્રાન્સ જોડે સંધિ કરી, એટલે બ્રિટિશ માલ વગર જકાતે ફ્રાન્સમાં જવા લાગ્યા. તેણે કાગળ ઉપરની જકાત કાઢી નાખી, અને ચા તથા ખાંડ પર્શી જકાત ઓછી કરી અંગ્રેજ પ્રજાને નાસ્તા સસ્તા બનાવ્યેા. તેણે આવકવેરા પણું ઘટાડી નાખ્યા. પરંતુ ખર્ચાને પહેાંચી વળવા લશ્કર અને નૌકાસૈન્યમાં ધટાડે કર્યાં. એ સિવાય દરેક ખાતામાં કરકસર દાખલ કરી. ગ્લેડસ્ટનની ખરી ખુખી તે એ હતી, કે તેણે આટલા આટલા વેરા એછા કર્યા, છતાં પણ તેનાં અંદાજપત્રોમાં બચત રહેતી. આ બચતની રકમ તેણે રાષ્ટ્રનું દેવું એછું કરવામાં વાપરી. આમ ગ્લેડસ્ટને નિરંકુશ વ્યાપારની પદ્ધતિ દાખલ કરી ઈંગ્લેન્ડના વ્યાપારને ઉત્તેજન આપ્યું. તેને પરિણામે દેશ સમૃદ્ધ થયેા. “ આછા વેરા અને આછે ખર્ચ ” એ સિદ્ધાંત અમલમાં મૂકી તેણે નાણાંશાસ્ત્રી તરીકે નામના મેળવી.. સુધારક બ્લેડસ્ટનઃ ગ્લેડસ્ટનના પહેલા કારભાર દર્શમન ( ઇ. સ. ૧૮૬૮–૧૮૭૪ ) તેણે ધણા સુધારા કર્યા. (૧) કેળવણી વિષયક સુધારાઃ તેણે ઇ. સ. ૧૮૭૦માં ફાસ્ટરની મદદથી ફરજિઆત કેળવણીના કાયદા પસાર કરી બાર વર્ષ સુધીનાં બાળકાને શાળામાં ફરજિઆત મેકલવાની ગેાઠવણુ કરી. (૨) સૈન્યમાં સુધારાઃ કાર્ડવેલે ઇ. સ. ૧૮૭૧માં લશ્કરી સુધારાના ખરા પસાર કરી, લાંચરૂશ્વતની પ્રથાને દૂર કરી. (૩) તેણે ઇ. સ. ૧૮૭૨માં ગુપ્ત રીતે મત આપવાની પ્રથા (Voting by ballot) દાખલ કરી. (૪) વળી તેણે મજુરમંડળાને કાયદેસર ઠરાવનારા કાયદે પસાર કરાવ્યા. (૫) આયરિશ પ્રશ્નમાં તેણે ઉદારતાથી ભાગ લીધેા, અને આયર્લેન્ડને કલંક સમાન ત્યાંનું પ્રોટેસ્ટન્ટ દેવળ કાઢી નાખ્યું. એ ઉપરાંત આયરિશ ખેડુતાનાં દુઃખા દૂર કરવા તેણે ઇ. સ. ૧૮૭૦માં “આયરિશ લેન્ડ ઍકટ” પસાર કર્યાં. આથી એમ ઠરાવવામાં આવ્યું, કે સબળ કારણ સિવાય જમીનદાર ખેડુતને કાઢી મૂકે નહિ; અને જો તે તેમ કરે તેા ખેડુતને જમીનમાં સુધારા કરવાને કરેલા ખર્ચ બદલ નુકસાની ભરી આપે. વળી તેણે આયર્લેન્ડમાં કેળવણીને ઉત્તેજન આપવા પ્રયત્ન કર્યો; પરંતુ શ્રીનીઅન ચળવળ બંધ પડી નહિ.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy