SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ લેડસ્ટને બીજા કારભાર દરમિઆન (ઈ. સ. ૧૮૮૦-૮૫), આયરિશ પ્રશ્ન હાથમાં લીધે. ઈ. સ. ૧૮૮૧માં તેણે આયરિશ લેકને સંતોષવા જમીન સંબંધી બીજે ખરડો ઘડે. આથી ખેડુતો અને જમીનદારોના ઝગડાને નિકાલ લાવવા એક “લેન્ડ કેર્ટ” સ્થાપવામાં આવી; પણ તેનું શુભ પરિણામ આવ્યું નહિ. આયર્લેન્ડમાં તો ચળવળ ચાલુજ રહી. આથી છેવટે તેને ખાતરી થઈ કે આયર્લેન્ડને હોમરૂલ આપ્યા સિવાય છૂટકોજ નથી. ગ્લેડસ્ટને ઇ. સ. ૧૮૮૪-૮૫માં પાર્લમેન્ટના સુધારાને ખરડે પસાર કરાવ્યું. આથી સાધારણ ખેડુતને અને મજુરને પણ મતાધિકાર મળે, અને પાર્લમેન્ટ લગભગ સંપૂર્ણ પ્રતિનિધિત્વવાળી થઈ ગ્લૅડસ્ટનના બીજા અને ત્રીજા કારભાર દરમિઆન તેણે આયરિશ પ્રશ્નને છેવટને નિકાલ લાવવાના ઈરાદાથી “હોમરૂલ બિલ રજુ કર્યું, પરંતુ આ વખતે તેના પિતાના સાથીઓ વિરુદ્ધ પડ્યા, અને તેમણે લિબરલ-યુનિયન નિસ્ટ પક્ષ સ્થાપ્યો. આ પછી એ જ્યારે ચોથી વખત વડા પ્રધાન થયે, ત્યારે તેણે ફરીથી આયરિશ હેમરૂલ બિલ રજુ કર્યું. આ વખતે પણ તેને પ્રયત્ન નિષ્ફળ નીવડશે. ત્યારપછી તે રાજકીય ક્ષેત્રમાંથી નિવૃત્ત થયો. - દેશાંતરનીતિઃ લૅડસ્ટનની દેશાંતરનીતિ નિર્માલ્ય હતી. તે શાંતિને ચાહનાર હતો. આથી આફ્રિકામાં ટ્રાન્સવાલના બેર લોકોએ બળવો કર્યો, ત્યારે તેણે તેમને સ્વરાજ્ય આપી સંતોષ્યા. ઇજિપ્તમાં અરબી પાશાની આગેવાની હેઠળ બળ જાગે, તેનું પણ સમાધાન કરવાનું વચન આપી તેણે લશ્કર પાછું ખેંચી લીધું. આયર્લેન્ડમાં પાર્નેલની સરદારી નીચે સ્વરાજ્યની ચળવળ પૂર જસમાં ચાલી. આમ પરરાજ્યનીતિ સંબંધી ગ્લેડસ્ટનનું વલણ શાંતિભર્યું હતું. - આ ઉપરથી સમજી શકાય છે કે ગ્લૅડસ્ટનમાં ત્રુટિઓ તે હતી, પરંતુ તેની કામ કરવાની ધગશ અને ઉચ્ચ સ્વદેશપ્રેમ આગળ તે ઢંકાઈ જતી. | ડિઝરાયેલીઃ (ઈ. સ. ૧૮૦૪–૧૮૮૧.) બેન્જામિન ડિઝરાયેલીને જન્મ ઈ. સ. ૧૮૦૪માં લંડનમાં થયું હતું. તે મૂળ યહુદી હત; પણ ખ્રિસ્તી ધર્મને ઉપાસક હતા. વીસ વર્ષની વયે તેણે “વિવિયન ગ્રે” નામની નવલકથા લખી અંગ્રેજ પ્રજાનું ધ્યાન ખેંચ્યું. ઈ. સ. ૧૮૩૭માં તે પાર્લમેન્ટમાં દાખલ થશે. પાર્લમેન્ટમાં આપેલું તેનું પહેલું ભાષણ કેઈએ સાંભળ્યું નહિ, ત્યારે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy