SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ઈલેન્ડને તટસ્થ રાખી ડેનમાર્કની પાસેથી લેશ્વિગ અને હેસ્ટેઈન પરગણું લઈ લીધાં, અને ત્યારબાદ બિસ્માર્ક ઍસ્ટ્રિઆને હરાવી જર્મન મહારાજ્યને પાયો નાખે. પામર્સ્ટનની પરરાજ્યનીતિ આ વખતે ધાર્યું કામ આપી શકી નહિ. “અલાબામા” વહાણના પ્રશ્નમાં પામર્સ્ટને સમાધાન કરાવ્યું. આ ઉપરથી પામર્સ્ટનની ઉગ્ર પરદેશનીતિનો ખ્યાલ આવી શકે એમ છે. ઈગ્લેન્ડની આંતરનીતિમાં તેણે કાંઈ ખાસ અગત્યનું કાર્ય કર્યું નથી. તે પાર્લમેન્ટના બંધારણના સુધારાની વિરુદ્ધ હતા. આથી જ તેને માટે એમ કહેવાય છે કે “તે આંતરનીતિમાં કન્ઝર્વેટિવ અને પરદેશનીતિમાં લિબરલ હતું.” ગ્લૅડસ્ટનઃ વિકટેરિઅન યુગના અનેક તેજસ્વી મુત્સદ્દીઓમાં ગ્લૅડસ્ટનનું નામ આજ પણ એક પ્રકાશિત તારાની માફક ઈંગ્લેન્ડના રાજકારણમાં ઝળહળી રહ્યું છે. તેને જન્મ ઈ. સ. ૧૮૦૯માં લિવરપૂલમાં થયું હતું. તે ઈ. સ. ૧૮૩૨માં પાર્લામેન્ટમાં પહેલવહેલે દાખલ થયા. પીલ તેની શક્તિથી અંજાયે. આથી તેણે તેને નૌકા ખાતામાં જગા આપી. ઈ. સ. ૧૮૩૫માં પલે રાજીનામું આપ્યું, એટલે એ પણ નિવૃત્ત થયા. ફરીથી ઇ. સ. ૧૮૪૧માં પીલના પ્રધાનમંડળમાં તે વેપારખાતાને મંત્રી બન્યા. ઈ.સ ૧૮૪૬માં તે સંસ્થાનખાતાને મંત્રી થયે. ઈ. સ. ૧૮૫૨–૫૧માં તે ઈટલી ગયે. ત્યાંના નેપલ્સ રાજાને જુલમ જોઈ તેનું હૃદય પીગળી ગયું, અને ત્યારથી તે લિબરલ બન્યું. ઈ. સ. ૧૮૫રમાં ફરીથી તે એબડિનના સંયુક્ત પ્રધાનમંડળમાં ખજાનચી થયે, અને તેણે ક્રિમિઅન વિગ્રહના ખર્ચને પિતાની સંગીન આર્થિક નીતિથી નીભાવ્યું. તેણે ઈ. સ. ૧૮૫૫માં રાજીનામું આપ્યું, ત્યારપછી ફરીથી ઈ. સ. ૧૮૫૯માં તે પામર્સ્ટનના પ્રધાનમંડળનાં ખજાનચી થયો, અને ઈ. સ. ૧૮૬૫માં પામર્સ્ટનના મૃત્યુ બાદ તે આમની સભામાં આગેવાન બન્યો. . સ. ૧૮૬૮માં તે વડે પ્રધાન બન્યું, અને છ વર્ષ સુધી એ પદે કાયમ રહ્યો. ત્યારપછી ફરીથી તે ઈ. સ. ૧૮૮૦માં, ત્યારપછી ઈ. સ. ૧૮૮૬માં અને ઈ. સ. ૧૮૯૩માં એમ એકંદરે ચાર વખત તે મુખ્ય પ્રધાન બન્ય. ' અર્થશાસ્ત્રી ગ્લેડસ્ટનઃ એક સમર્થ અર્થશાસ્ત્રી તરીકે ગ્લૅડસ્ટને ઘણું સુધારા કર્યા, અને ઈગ્લેન્ડની આર્થિક સ્થિતિને સંગીન પાયા પર મૂકી. તરુણ પિટની માફક તે પણ પ્રખ્યાત અર્થશાસ્ત્રી આદમ સ્મિથને અનુયાયી
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy