SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૧ સભ્ય બન્યા. ઇ. સ. ૧૮૦૯-૧૮૨૮ સુધી તે યુદ્ધખાતાને મંત્રી રહ્યો. . સ. ૧૮૩૧થી ૧૮૪૧ સુધી તે પરદેશ ખાતાને પ્રધાન રહ્યો. ઈ. સ. ૧૮૪૧થી ૧૮૪૬ સુધી તે સત્તાવિમુખ રહ્યા; પણ જ્યારે ઈ. સ. ૧૮૪૬માં લોર્ડ રસેલ મુખ્ય પ્રધાન બન્યો, ત્યારે તેને પરદેશ ખાતાના પ્રધાનની પદવી મળી. ઈ. સ. ૧૮૫૫માં તે પહેલી વાર વડા પ્રધાન બન્યો, અને તે હોદ્દા પર તે ત્રણ વર્ષ રહ્યો. ઈ. સ. ૧૮૫૮ની રાજ્યક્રાંતિ વખતે તેણે સંગીન કાર્ય કરી બતાવ્યું, પણ એજ સાલમાં તેને રાજીનામું આપવું પડયું. વળી પાછા બીજે વર્ષે તે ફરીથી સત્તામાં આવ્યો, અને ઈ. સ. ૧૮૬૫માં તે મરણ પામે ત્યાં સુધી વડા પ્રધા: રહ્યો. પામર્સ્ટનની પરરાજ્યનીતિઃ પામર્સ્ટન આંતરનીતિમાં રૂઢિચુસ્ત હતો, પણ મુક્તિને માટે પ્રયત્નો કરનારાં બીજાં રાષ્ટ્ર તરફ સહાનુભૂતિની નજરથી જેતે. તેની દેશાંતરનીતિનાં સૂત્રો આ પ્રમાણે ગણાવી શકાય. (૧) બ્રિટિશ સામ્રાજ્ય અને બ્રિટિશ ગૌરવમાં વૃદ્ધિ કરવી, અને ઈંગ્લેન્ડની કીર્તિ પરરાજ્યમાં ફેલાવવી. (૨) રશિઆને તુર્કસ્તાન તરફ આગળ વધતું અટકાવવું, અને તુર્કસ્તાનનું સામ્રાજ્ય અખંડિત જાળવી રાખવું. (૩) રાષ્ટ્રની મુક્તિને માટે પ્રયત્ન કરનારાં રાષ્ટ્રોને મદદ આપવી, અને તેમના તરફ સહાનુભૂતિ બતાવવી. આવી પરરાજ્યનીતિ અમલમાં મૂકી છે કે તેણે કેટલીક વખત મહારાણુનો રોષ પણ વહેરી લીધે, પણ તે કેઈની પરવા કરે તેવો ન હતો. તેની સહાનુભૂતિ અને સૂચનાથી બેજીયમ સ્વતંત્ર થયું; અને વિક્ટર ઇમાન્યુએલે ઈટલીને એકત્ર કર્યું. રશિઆને તુર્કસ્તાન તરફ આગળ વધતું અટકાવવાને તેણે ક્રિમિન વિગ્રહમાં ભાગ લીધે. પરિણામે રશિઆની ભૂમધ્ય સમુદ્ર તરફ આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા નાશ પામી. ' જેમ રોમન લોકો “મન” નામમાં ગર્વ લેતા, તેમ તે “અંગ્રેજ” નામમાં ગર્વ લેતો; અને તેની ખાતર ગમે તેવું સાહસ ખેડવા તે તત્પર બનતો. એવાજ એક નજીવા કારણસર તેણે ઈગ્લેન્ડને ચીન સાથે યુદ્ધમાં ઉતાર્યું. એ ઉપરાંત તેણે સ્પેન અને પોર્ટુગલના રાજકારણમાં માથું મારી ત્યાંના હકદાર વારસોને ગાદી અપાવી. ઇ. સ. ૧૮૬૩માં પિલેન્ડના પિલ લેકે એ રશિઆ વિરુદ્ધ બંડ ઉઠાવ્યું. આ તકને લાભ લઈ પ્રશિઆના બિસ્માર્કે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy