SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ આથી બેન્કની કીર્તિ વધી, લેકેને વિશ્વાસ દૃઢ થતું ગયો, અને ચલણપદ્ધતિમાં સ્થિરતા આવી. સુધારક પીલઃ જે કે પીલ ટારી હોવાથી તેના તરફથી મોટા સુધારાની આશા ન રાખી શકાય, તોપણ આયરિશ રોમન કેથલિકાની સ્થિતિ સુધારવા તેણે આયર્લેન્ડમાં એક પાઠશાળા સ્થાપી, તથા આયરિશ ખેડુતની સ્થિતિ સંબંધી તપાસ કરવા એક કમિશન નીમ્યું. એ અરસામાં ઈ. સ. ૧૮૪૫માં આયર્લેન્ડમાં મેટે દુકાળ પડે. આથી કમિશને દર્શાવેલી સૂચનાઓનો અમલ થઈ શક્યો નહિ. દુકાળે એવું ભયંકર સ્વરૂપ ધારણ કર્યું કે એ પરિસ્થિતિમાં અનાજને કાયદ” ચાલુ રાખવો એ પીલને ઠીક લાગ્યું નહિ. આથી તેણે ઈ. સ. ૧૮૪૬માં એ કાયદો રદ કરાવ્યો, અને અમેરિકાથી મકાઈ મંગાવી આયર્લેન્ડ મોકલાવી. તેણે કારખાનામાં કામ કરતા મજુરોની સ્થિતિ સુધારવાને પણ યત્ન કર્યા. તેણે સ્ત્રીઓને અને છોકરાંને કલસાની ખાણોમાં કામ કરતાં અટકાવ્યાં. તેણે લંડન શહેરને બંદોબસ્ત રાખવાને પોલીસની વ્યવસ્થા કરી. આ પોલીસ “પીલાઈટસ” અથવા “બાબીઝ'ના નામથી ઓળખાય છે. એ ઉપરાંત તેણે ફોજદારી કાયદામાં પણ સુધારા કર્યા. નજીવા ગુના માટે તે વખતે ફાંસીની સજા કરવામાં આવતી હતી, તેમાં તેણે સુધારે કર્યો. - પીલની પરરાજ્યનીતિઃ પીલના પ્રધાનમંડળમાં લૉર્ડ એબડિન પરદેશમંત્રી હતા. પરરાજ્યનીતિમાં પીલ શાંતિને ચાહનાર હતો. આથી તેના કારભાર દરમિઆન ઈંગ્લેન્ડને બીજા દેશે સાથે યુદ્ધમાં ઉતરવાને પ્રસંગ આવ્યો નથી. તેના વખતમાં અફઘાનિસ્તાન સાથે સંધ થઈ, અને હોંગકાંગ બંદર અંગ્રેજોને મળ્યું, ઈ. સ. ૧૮૪૨. એબડિન અને ફ્રાન્સના પરદેશમંત્રી ગીઝો વચ્ચે સારો સંબંધ હોવાથી ફાન્સ સાથે મૈત્રી જળવાઈ રહી. - ઈ. સ. ૧૮૪૬માં આયરિશ પ્રશ્ન સંબંધી મતભેદ પડતાં પીલે રાજીનામું આપ્યું. તે ઈ. સ. ૧૮૫૦માં મરણ પામે. લઈ પામર્સન: વિક્ટોરિઅન યુગમાં ઈંગ્લેન્ડની પરરાજ્યનીતિમાં માથું મારી ઈગ્લેન્ડની કીર્તિ ઉજજવળ બનાવનાર પ્રધાનોમાં પામર્સ્ટનનું નામ ગણું શકાય. તેને જન્મ ઈ. સ. ૧૭૮૪માં થયે હતો. તે ઈ. સ. ૧૮૦૭માં પ્રથમ પાર્લમેન્ટમાં દાખલ થયા. ઈ. સ. ૧૮૦૮માં નૌકા ખાતાના બેડને તે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy