SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ કર્યાં; પણ સંજોગ અનુકૂળ નિહ હાવાથી તે પસાર થઈ શકયા નહિ. વિલ્ગરફાસ પાર્લમેન્ટમાં દાખલ થઈ તે સંબંધી ચળવળ ચલાવી, અને ઇ. સ. ૧૮૦૭માં તેણે બ્રિટિશ ટાપુઓમાંથી ગુલામી રદ કરાવી. ત્યારબાદ સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાંથી ગુલામી દૂર કરવાને તેણે પ્રયત્ન આદર્યાં. છેવટે ઇ. સ. ૧૮૩૩માં તેના જીવનનું સ્વપ્ન ફળ્યું; અને સમગ્ર બ્રિટિશ સામ્રાજ્યમાંથી ગુલામીની પ્રથા નાબુદ કરવામાં આવી. પરિણામે ગુલામેાને છેડાવવા બ્રિટિશ પાર્લમેન્ટે એ કરાડ પૌન્ડ મંજુર કર્યા. પેાતાનું ધ્યેય આમ પાર પડેલું જોઈ તે ઇ. સ. ૧૮૩૩માં શાંતિથી મરણ પામ્યા. તેણે ગુલામેાના એટલા બધા આશીર્વાદ મેળવ્યા, કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સર રા` પીલ : સર રાખર્ટ પીલને જન્મ ઇ. સ. ૧૭૮૮માં થયા હતા. તેના પિતા સાધનસંપન્ન હેાવાથી તેણે રાજકીય જીવનમાં ઝંપલાવ્યું, અને ઇ. સ. ૧૮૦૯માં તે પાર્લમેન્ટમાં દાખલ થયા. ખીજેજ વર્ષે તે આયર્લૅન્ડને મદદનીશ મંત્રી બન્યા, અને ઇ. સ. ૧૮૧૨માં મુખ્ય મંત્રી થયે, ઇ. સ. ૧૮૨૨માં તે સ્વદેશ ખાતાના મંત્રી બન્યા; પણ પાર્લમેન્ટના આગેવાન તરીકે તે તેની કારકીર્દિ ઇ. સ. ૧૮૨૮થી શરૂ થઈ ગણાય. તે ટારી હતા, અને તેથી તે પાર્લમેન્ટના સુધારાની વિરુદ્ધ હતેા. આથી ઇ. સ. ૧૮૩૦માં તે પદભ્રષ્ટ થયેા. ફરીથી ઇ. સ. ૧૮૪૧માં ટેરી લાકે સત્તામાં આવતાં તે મુખ્ય પ્રધાન બન્યા. તેના પ્રધાનમંડળમાં ડયુક આવ્ વેલિંગ્ટન અને ગ્લેડસ્ટન જેવાં પ્રતિભાશાળી પુરુષા ભળ્યા હતા, નાણાંશાસ્રી પીલ : આર્થિક બાબતામાં પીલ વાશ્પાલ અને નાના પિટ્ટને અનુસરનારા હતા. તે નિરંકુશ વ્યાપારની પદ્ધતિમાં માનતા હોવાથી તેણે આયાત–નિકાસ પરના ઘણા વેરા રદ કર્યાં. આથી ઈંગ્લેન્ડના વ્યાપારઉદ્યોગાને ઉત્તેજન મળ્યું, અને ગરી પરથી કરતા ખેાજો હળવા થયા. આ ખાટ પૂરવા માટે તેણે દેશના ઇતિહાસમાં કાઈ વખત નહિ લેવાએલા એક પૌન્ડે સાત પેન્સને આવકવેરા દાખલ કરી દેશની નાણાં સંબંધી સ્થિતિને સંગીન પાયા પર લાવી મૂકી. તેણે ઇ. સ. ૧૮૪૪માં બેન્ક ચાર્ટર એક્ટ પસાર કરી ઈંગ્લેન્ડની બેન્કની ચલણી નોટા કાઢવાની સત્તાને મર્યાદિત બનાવી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy