SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ એ પછી વેલિંગ્ટને રાજકારણમાં ભાગ લેવા માંડશે. ઇ. સ. ૧૮૧૮માં તે મુખ્ય પ્રધાન બન્યા. તે ચુસ્ત ટોરી હોવાથી પાલમેન્ટના સુધારાની વિરુદ્ધ હતો. તેનું પાર્લમેન્ટના સુધારા વિરુદ્ધનું ભાષણ સાંભળી લેકે ઉશ્કેરાયા, અને ઈ. સ. ૧૮૩૦ની નવી ચૂંટણીમાં તેની હાર થઈ. ઈ. સ. ૧૮૩૧નો સુધારાને ખરડો પસાર ન થવા દેવા તેણે અમીની સભામાં સખત વિરોધ કર્યો હતો. પરંતુ સમરાંગણમાં વિજયની પરંપરાઓ મેળવનાર લેખંડી ડયુક પ્રજા સાથેના આ યુદ્ધમાં કપ્રિયતા ગુમાવી બેઠે. તેના અમલ દરમિઆન ઈ. સ. ૧૮૨૯માં “રેમન કેથલિક બંધનમુક્તિ”ને ખરડો પસાર થયો. આથી રેમન કેથેલિકો સામેનાં લગભગ સર્વે બંધને દૂર કરવામાં આવ્યાં. તે ઈ. સ. ૧૮૫રમાં મરણ પામે. સમરાંગણમાં વેલિંગ્ટનનું નામ સાંભળી શત્રુઓ ધ્રુજી ઊઠતા; અને ઈલેન્ડના લેકે વૈટર્લના એ વિજેતા તરફ સન્માનની લાગણીથી જોતા. પરંતુ મુત્સદી તરીકે તે એટલે બધે લોકપ્રિય નીવડયે નહિ. વિલિયમ વિલ્બરફેર્સ (ઈ. સ. ૧૭૫૯-૧૮૩૩) આ પરોપકારી પુરુષને જન્મ . સ. ૧૭૫૯માં થયો હતો. ઈ. સ. ૧૭૭૨ની સાલ સુધી તે ઈગ્લેન્ડમાં ગુલામેને વેપાર ધમધોકાર ચાલતો. લિવરપૂલના વેપારીઓ ગુલામે પકડી લાવવા માટે પોતાના માણસને વહાણ આપી મોકલતા. આ ગુલામો ઉપર અત્યંત ત્રાસ વર્તાવવમાં આવતા, અને ત્યારપછી તેમને વેસ્ટ ઈન્ડિઝ ટાપુઓમાં વેચી દેવામાં આવતા. વિલિયમ વિલબરફેર્સનું કરુણ હદય આ ગુલામો ઉપર વર્તાવવામાં આવતા ત્રાસનું વર્ણન સાંભળી તથા તેમની દયાજનક સ્થિતિ જોઈ પીગળ્યું, અને ત્યારપછી એ “દીનબંધુએ મનુષ્યજાતિ ઉપરના આ મહાન કલકને દૂર કરવા કમર કસી. એક ચુસ્ત ખ્રિસ્તી તરીકે તે માનતા હતા કે ગોરાઓને સ્વતંત્રતા અને સમાનતાના જેટલા હકો છે, તે હકોથી એ કાળી પ્રજા શા માટે વિમુખ હેવી જોઈએ ? આથી તેણે ગુલામી દૂર કરવા આજીવન ભગીરથ પ્રયત્ન આદર્યા. તેના આ કાર્યમાં ક્લાર્કસન, શાર્પ અને બીજા દયાળુ ગૃહસ્થાએ સાથ આપે. તેમણે ચોપાની, લેખો અને ભાષણ દ્વારા આ અમાનુષી કૃત્ય તરફ પ્રજાનું લક્ષ દેવું. બર્કે તેને ટેકે આયો, અને તરુણ પિકે તે ગુલામી રદ કરવા પાર્લમેન્ટમાં ખરડો રજુ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy