SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૭ ઈ. સ. ૧૮૦૫. પરંતુ જેમ વુફે જીત મેળવી પ્રાણ છેડો, તેમ નેલ્સન પણ ગોળી વાગવાથી આ લડાઈમાં મરણ પામ્યો, ઈ. સ. ૧૮૦૫. તેણે આ યુદ્ધમાં પિતાના સૈનિકોને એવો સંદેશો આપો હતા, કે “દરેક માણસ પોતાની ફરજ બજાવશે એમ ઈગ્લેન્ડ ઈચ્છે છે.” (England expects everyman to do his duty.) નેલ્સને પિતાના પરાક્રમથી ઈડલેન્ડને કેજોના હુમલામાંથી ઉગારી લીધું એટલું જ નહિ, પણ નેપોલિયનની વધતી જતી સત્તા પર સખત ફટકે લગાવ્યો. તેણે કટોકટીને પ્રસંગે દેશની અદ્દભુત સેવા બજાવી ઈગ્લેન્ડના ‘તારણહાર તરીકે કીર્તિ સંપાદન કરી. લૈર્ડ ટેનિસન તેને માટે લખે છે કે–“અત્યાર સુધી ઉત્પન્ન થએલા ખલાસીઓમાં નેલ્સનને પ્રથમ પદે મૂકી શકાય.” ડયુક ઍવ વેલિંગ્ટન: હિંદની અંદર “સહાયકારી લશ્કરની જનાથી બ્રિટિશ સામ્રાજ્યને સાર્વભૌમ બનાવનાર માર્થિવસ આવુ વેલેસ્લીનું નામ તો તમે જાણો છે. આર્થર વેલેસ્લી જે પાછળથી નેપોલિયનને હરાવી ડયુક ઍવું વેલિંગ્ટન બન્યો, તે માÁિવસ ઍવું વેલેસ્લીનો નાનો ભાઈ થાય. તેનો જન્મ ઇ. સ. ૧૭૬૯માં થયો હતો. લશ્કર ખાતામાં તાલીમ મેળવી તે ઈ. સ. ૧૭૯૭માં હિંદમાં આવ્યું. આ રીતે તેણે હિંદની ભૂમિ ઉપર પિતાની કારકીર્દિ શરૂ કરી, અને પિતાના ભાઈને હિંદમાં કંપનિની સત્તા સર્વોપરિ બનાવવામાં મદદ કરી. બીજા મરાઠા વિગ્રહમાં તેણે સિંધીઆ અને ભેંસલેને અસાઈ અને આરામ આગળ હરાવી નામના મેળવી. ઈ. સ. ૧૮૦૩. તે ઈ. સ. ૧૮૦૫માં ઈગ્લેન્ડ પાછો ફર્યો. એ અરસામાં યુરોપમાં નેપોલિયનની હાક વાગી રહી હતી, અને ઈંગ્લેન્ડને પણ એ યુદ્ધોમાં ઉતરવું પડયું • હતું. સ્પેનના દ્વીપકલ્પ પર લડાતા વિગ્રહોમાં આર્થર વેલેરલીએ પિતાની કુનેહ અને યુદ્ધકુશળતાથી અંગ્રેજોને બચાવ કર્યો એટલું જ નહિ, પણ ફેન્ચોને સાલામાન્કા અને ટુલુઝના યુદ્ધમાં હરાવી દ્વીપકલ્પીય યુદ્ધની પૂર્ણાહુતિ કરી. એ પછી વેલિંગ્ટને પરાક્રમી અને જયવંત સૈન્ય સહિત ફોન્સની “પુણ્ય ભૂમિ”માં પગલાં માંડયાં. આથી તેને “ડયુક ઍવુ વેલિંગ્ટનરને ઈલ્કાબ આપવામાં આવ્યો. ત્યારબાદ તેણે ઈ. સ. ૧૮૧૫માં નેપોલિયનને વૈટના યુદ્ધમાં હરાવી અદ્વિતીય સેનાપતિ તરીકે આખા યુરોપમાં નામના મેળવી.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy