SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ આથી હિંદને જે મેટા ફાયદા થયા, તે એ કે ત્યાર પછી હિંદના રાજ્યવહીવટ સુધારવાને પાર્લમેન્ટે પ્રયત્ને કર્યાં. ઇ. સ. ૧૭૯૪માં તે પાર્લમેન્ટમાંથી નિવૃત્ત થયે, અને ઇ. સ. ૧૭૯૭માં મરણ પામ્યા. બર્ક ઉત્તમ વક્તા, સમર્થ મુત્સદ્દી અને તેના જમાનાના ઉચ્ચ રાજકીય ચિંતક હતા. તેનાં લખાણામાં ઉત્તમ મુત્સદ્દીગીરીના સર્વે ગુણા તરી આવે છે. વક્તા તરીકે તે સચોટ અસર કરનારા અને પ્રતિભાશાળી હતા એટલુંજ નહિ, પણ ઝીણામાં ઝીણી બાબતા ઉપર પણ તે કંઈક નવીન પ્રકાશ ફેંકી શ્રોતાઓને તાજુબ કરી દેતા. ગુલામી રદ કરવા તેણે કરેલા પ્રયત્ના, અને હિંદ તથા અમેરિકા તરફ બતાવેલી સહાનુભૂતિ તેના સ્વાતંત્ર્યપ્રેમી હૃદયની સાક્ષી પૂરે છે. મઁકાલેના શબ્દોમાં—“સર્વદેશીય સમજશક્તિમાં અને ઉત્તમ તર્કશક્તિમાં ૐ પ્રાચીન તેમજ અર્વાચીન વક્તાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે.” ચાસ જેમ્સ ફાસઃ ચાર્લ્સ જેમ્સ ફ્રામ્સને જન્મ ઇ. સ. ૧૭૪૯માં લાર્ડ હાલેન્ડને ત્યાં થયા હતા. તે ઇ. સ. ૧૭૬૮માં પહેલવહેલા પાર્લમેન્ટમાં -દાખલ થયા. બર્કની મદદથી તેણે વાશ્પાલ અને પેલ્લ્લામના વખતથી ચાલતી આવેલી લાંચરૂશ્વતની ગંદી પ્રથા પર પ્રહારા કર્યાં. તેણે પોતાની અદ્ભુત વક્તૃત્વશક્તિથી જિંગ પક્ષને સંગીન પાયા પર મૂકયા. જ્યાર્જ ત્રીજો ફેંસને ધિક્કારતા, એથી તેની કારકીર્દિ વિધમાંજ પસાર થઈ, અને તેની અસાધારણ બુદ્ધિ અને ઉચ્ચ વક્તૃત્વશક્તિને લાભ દેશને મળ્યો નહિ. અમેરિકન સ્વાતંત્ર્યવિગ્રહ વખતે ફ્રામ્સે પણ ખર્ક અને પિટ્ટની માફક સંસ્થાનવાસીઓ તરફ સહાનુભૂતિ ખતાવી હતી, અને તેમની સાથે સમાધાની કરી લેવા સૂચવ્યું હતું; પણ જ્યાર્જ ત્રીજાના દુરાગ્રહને લઈ ને આ સમર્થ મુત્સદ્દીઓનાં ભાષણાની કંઈ અસર થઈ નહિ. તેણે ઇ. સ. ૧૭૮૩ (એપ્રિલ) માં લાર્ડ નાથની સાથે મળી સંયુક્ત પ્રધાનમંડળ સ્થાપ્યું; પણ એ પ્રધાનમંડળ લાંખે। સમય ટકયું નહિ; કારણ કે ફૅાસ જો કે યાળુ, સરળ હૃદયને અને સમર્થ વક્તા હતા, તેાપણ તે જીગારી હેાઈ તેણે પાટવી કુંવરને એ મેંદમાં ફસાવ્યા હતા, એ જ્યાર્જ ત્રીજાની જાણ બહાર નહેતું. આથી ફૅરૅક્સે રજી કરેલા હિંદના રાજ્યબંધારણના ખરડાને રાજાએ સખત વિરાધ કર્યાં, અને
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy